Breaking News : મધ્યપ્રદેશમાં વેપારીઓનુ No UPI Day આંદોલન, આવતીકાલ 23 સપ્ટેમ્બરે, QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે

મધ્ય પ્રદેશના વેપારીઓ UPI MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જિસના વિરોધમાં આવતીકાલ 23મી સપ્ટેમ્બરે 'નો UPI ડે' (UPI વ્યવહાર નહીં કરવાનો દિવસ) પાળશે. વિવિધ સંગઠનો WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓને એકત્રિત કરી રહ્યા છે.

Breaking News : મધ્યપ્રદેશમાં વેપારીઓનુ No UPI Day આંદોલન, આવતીકાલ 23 સપ્ટેમ્બરે, QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે
| Updated on: Sep 22, 2026 | 2:06 PM

મધ્ય પ્રદેશના વેપારીઓએ UPI પેમેન્ટ્સ પરના પ્રસ્તાવિત ચાર્જિસ, જેવા કે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) સામે ભારે વિરોધ નોંધાવવા માટે આવતીકાલે, બુધવારે 23 સપ્ટેમ્બરનો દિવસ No UPI Day’ પાળવાની જાહેરાત કરી છે. આ માટે, વેપારી સંગઠનોએ, સમગ્ર મઘ્યપ્રદેશના વેપારીઓ સાથે WhatsApp ગ્રુપ્સ, સોશિયલ મીડિયા અને બિઝનેસ એસોસિએશનના નેટવર્ક દ્વારા સંપર્ક સાધી રહ્યા છે.

આ દિવસે, વેપારીઓ UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં કે પછી કોઈ પેમેન્ટ પણ નહીં કરે અને તેમના UPI સ્કેનર્સને કાળા કપડાથી ઢાંકી દેવાશે. ભોપાલના વેપારી સંગઠનો આ અભિયાનને સમગ્ર રાજ્યમાં ફેલાવવા માટે WhatsApp ગ્રુપ્સ અને બિઝનેસ એસોસિએશનના નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે UPI વ્યવહારો પરના નવા મર્ચન્ટ ચાર્જિસ સામેના આ રાજ્ય-સ્તરીય વિરોધમાં ઓછામાં ઓછા 10 લાખ વેપારીઓ ભાગ લે.

દુકાનો અને બજારોમાં પોસ્ટરોનું વિતરણ

‘અહિલ્યા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ’ દ્વારા અન્ય શહેરોના વેપારી સંગઠનોનો સંપર્ક કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે વેપારીઓમાં જાગૃતિ લાવવા અને ગ્રાહકોને જાણ કરવા માટે દુકાનો અને બજારોમાં પોસ્ટરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓના આ આંદોલનને રાજ્યભરના શહેરોમાંથી સમર્થન મળી રહ્યું છે. માત્ર ઈન્દોરમાં જ, અંદાજે બે લાખ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા ૧૨૫થી વધુ સંગઠનોએ આ આંદોલનને સમર્થન આપવાની ખાતરી આપી છે.

WhatsApp ગ્રુપ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ

ચેમ્બરના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે વેપારીઓ રાજ્યભરના સંગઠનો અને વ્યક્તિગત વેપારીઓ સુધી પહોંચવા માટે WhatsApp ગ્રુપ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આંદોલનમાં ભાગ લેનારા વેપારીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તે દિવસે UPI વ્યવહારો કરવાનું ટાળે અને તેના બદલે પેમેન્ટની વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરે.

QR સ્કેનર્સને ઢાંકી દેવાનો પ્રસ્તાવ

ઈન્દોરના વેપારીઓએ QR સ્કેનર્સ અને પેમેન્ટ ડિવાઇસીસને કાળા કપડાથી ઢાંકી દેવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ચેમ્બરના પ્રમુખ રમેશ ખંડેલવાલ અને મહાસચિવે મધ્ય પ્રદેશના મુખ્ય વેપારી અને ઔદ્યોગિક સંગઠનોને આ પહેલમાં જોડાવા માટે અપીલ કરી છે. તેમાં બુલિયન (સોના-ચાંદી), કાપડ, લોખંડ, પ્લાયવુડ, સેનિટરી વેર, ચા અને કરિયાણા તથા પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ સંગઠનોનો સમાવેશ થાય છે.

વેપારીઓનું શું કહેવું છે

વેપારીઓનું કહેવું છે કે તેઓ ડિજિટલ પેમેન્ટ્સની વિરુદ્ધ નથી. તેના બદલે, તેઓ ઊંચા મૂલ્યના UPI વ્યવહારો સ્વીકારતી વખતે થતા વધારાના ખર્ચ સામે વાંધો છે. ઓછા નફાના ગાળા (માર્જિન) પર કામ કરતા વ્યવસાયોએ કદાચ આ ખર્ચ પોતે જ ભોગવવો પડે તેવી સ્થિતિ સર્જાશે, રોકડ ચૂકવણી તરફ વળવું પડે અથવા ભાવ વધારીને આ ખર્ચ ગ્રાહકો પર નાખવો પડે તેવી પણ સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. વેપારીઓએ UPI પેમેન્ટ પરના આ વધારાના ચાર્જને, દેશમાં મોંઘવારી વધારનારા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે UPI પેમેન્ટ પર ફી લાદવાથી વ્યવસાયના ખર્ચ અને અંતે ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે આગામી 15 ઓક્ટોબરથી દેશભરમાં MDR અંગેનો નવો નિયમ અમલમાં લાવવા માટેની જાહેરાત કરી છે.

Breaking News: ભારતને મળી મોટી સફળતા, ઓડિશાના દરિયામાંથી મળ્યો કુદરતી ગેસનો ભંડાર, ‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ ONGC ની પ્રથમ સિદ્ધિ

Follow Us
Loading...
Unable to load recommendations.