Breaking News: શેરબજારની વધઘટ વચ્ચે રોકાણકારોનો SIP પર અતૂટ ભરોસો: સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડના રોકાણ સાથે બન્યો નવો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ!

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના કુલ એસેટ્સમાં ઘટાડો નોંધાયો હોવા છતાં રિટેલ રોકાણકારોએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. AMFIના ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં SIP યોગદાન ₹32,490 કરોડની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

Breaking  News: શેરબજારની વધઘટ વચ્ચે રોકાણકારોનો SIP પર અતૂટ ભરોસો: સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડના રોકાણ સાથે બન્યો નવો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ!
| Updated on: Oct 12, 2026 | 6:13 PM

સપ્ટેમ્બર 2026માં મંથલી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નું યોગદાન વધીને 32,490 કરોડ રૂપિયાના નવા ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની કુલ સંપત્તિ (AUM)માં ઘટાડો થયો હોવા છતાં SIP રોકાણમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના તાજા આંકડા દર્શાવે છે કે ઓગસ્ટમાં પહેલીવાર 32,000 કરોડનો આંકડો પાર થયા બાદ સપ્ટેમ્બરમાં રોકાણે નવો માસિક રેકોર્ડ બનાવ્યો છે.

SIP એસેટ્સ 17.86 લાખ કરોડ રૂપિયા પર પહોંચી

AMFIના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર દરમિયાન અંદાજે 63 લાખ નવી SIP રજિસ્ટર થઈ હતી. સપ્ટેમ્બરના અંતે SIP દ્વારા મેનેજ થતી કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 17.86 લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી. SIP રોકાણકારોને એકસાથે મોટી રકમ રોકવાને બદલે દર મહિને નિયમિત અંતરે નિશ્ચિત રકમ રોકવાની સગવડ આપે છે, જેનાથી બજારની વોલેટિલિટી વચ્ચે પણ રિટેલ રોકાણ સતત વધતું રહ્યું છે.

કુલ મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સમાં ઘટાડો

એક તરફ SIP યોગદાન નવી ઊંચાઈએ પહોંચ્યું, તો બીજી તરફ સપ્ટેમ્બર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ નેટ એસેટ્સમાં ઘટાડો નોંધાયો હતો. 30 સપ્ટેમ્બર સુધીમાં ઇન્ડસ્ટ્રીની કુલ AUM 82.64 લાખ કરોડ રૂપિયા રહી હતી, જે ઓગસ્ટના અંતે 87.08 લાખ કરોડ રૂપિયા હતી—એટલે કે તેમાં આશરે 5.1 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી થયેલું 1.83 લાખ કરોડ રૂપિયાનું નેટ આઉટફ્લો (નાણાંનો ઉપાડ) હતું.

બીજી તરફ, ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 38,306.55 કરોડ રૂપિયાનું નવું રોકાણ આવ્યું હતું, જે ઓગસ્ટના 29,328.62 કરોડ રૂપિયા કરતાં આશરે 31 ટકા વધુ છે. ઇક્વિટી સ્કીમ્સમાં સ્મોલ-કેપ ફંડ્સમાં 9,038.57 કરોડ રૂપિયા, મિડ-કેપ ફંડ્સમાં 7,834.84 કરોડ રૂપિયા અને ફ્લેક્સી-કેપ ફંડ્સમાં 6,701.80 કરોડ રૂપિયા ઠલવાયા હતા. આ ડેટા સ્પષ્ટ કરે છે કે શેરબજારની ચડાવ-ઉતાર વચ્ચે પણ સામાન્ય રોકાણકારો લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે SIP પદ્ધતિને જ પ્રાથમિકતા આપી રહ્યા છે.

આધાર એપમાં TOTP થી સરળ બનશે વેરિફિકેશન- OTP ના બદલે કેવી રીતે ઉપયોગ કરવો આ નવું ફીચર?

Follow Us
Loading...
Unable to load recommendations.