
ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 થી 9.00 વાગ્યાની વચ્ચે MCX માર્કેટમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. માત્ર 30 મિનિટના ટૂંકા સમયગાળામાં ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. ચાંદી અગાઉ 4,26,992 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહી હતી, પરંતુ અચાનક ભારે વેચવાલી શરૂ થતાં ભાવ સીધા ઘટીને 3,55,001 સુધી પહોંચી ગયા. એટલે કે માત્ર અડધા કલાકમાં લગભગ 65 હજાર રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો, જેને કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ ભારે પડતર બાદ પણ ચાંદીએ ઝડપી રિકવરી દર્શાવી હતી. 3,55,001ના તળિયે પહોંચ્યા પછી માત્ર 10 મિનિટની અંદર જ ચાંદીમાં લગભગ 43 હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો હતો, જે બજારમાં ફરીથી ખરીદીનું દબાણ વધ્યું હોવાનો સંકેત આપે છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાંદીના ભાવ ફરીથી 4 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા હતા, જ્યારે કેટલાક સમય માટે ચાંદી 3,70,000 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી હતી.
ચાંદીમાં આટલા મોટા પાયે આવેલા અચાનક ઘટાડાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે ટેક્નિકલ લેવલ તૂટવા, હાઈ વોલેટિલિટી અને શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગને કારણે આ હલચલ થઈ હોવાની શક્યતા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 9:14 pm, Thu, 29 January 26