
PF withdrawn from ATM and UPI : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ, ગયા વર્ષે નિવૃત્તિ સંસ્થાની ડિજિટલ સિસ્ટમ્સ અને કાર્યકારી પ્રક્રિયાઓને સરળ અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘EPFO 3.0’ શરૂ કર્યું હતું. પીએફ એકાઉન્ટ ધરાવતા નાગરિકોને અનુકૂળ અને વિના અવરોધ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે EPFO 3.0, વર્ષ 2026 ના મધ્ય સુધીમાં સંપૂર્ણપણે અમલમાં મુકાય તેવી ધારણા છે. EPFO 3.0 હેઠળ અનેક નવા ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક સુધારાઓ પહેલાથી જ અમલમાં મુકાયેલા છે. અન્ય કેટલાક સુધારાઓ હાલમાં રોલઆઉટની રાહ જોઈ રહ્યા છે. આવા જ એક એક ફેરફારમાં UPI અને ATM દ્વારા PF ઉપાડ માટે મંજૂરી આપતા નિયમોનો સમાવેશ થાય છે.
EPFO 3.0 હેઠળ, ઘણા મોટા ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રોવિડન્ટ ફંડ ખાતાઓની સરળ એક્સેસ, ઓટો-ક્લેમ સેટલમેન્ટ, ATM અને UPI દ્વારા તાત્કાલિક PF ઉપાડ અને કર્મચારીની પસંદગીના બેંક ખાતામાં ભંડોળનું સીમલેસ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. વધુમાં, EPFO 3.0 હેઠળ, સભ્યો UPI પ્લેટફોર્મ દ્વારા સીધા તેમના PF બેલેન્સ પણ ચકાસી શકશે. EPFO 3.0 દ્વારા રજૂ કરાયેલ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એટીએમ અને UPI દ્વારા સીધા PF ભંડોળ ઉપાડવાનો વિકલ્પ છે. આનાથી વ્યક્તિઓને તેમના નાણાં મેળવવા માટે બેંકો અથવા EPFO ઓફિસમાં વારંવાર જવાની જરૂર દૂર થશે. જો કે, આ સુવિધા સાથે સંકળાયેલી કેટલીક મર્યાદાઓ અને શરતો છે, જે નીચે દર્શાવેલ છે.
EPFO એ, UPI અથવા ATM દ્વારા ઉપાડ માટે ખાતામાં કુલ જમા બેલેન્સના 50 % સુધીની મહત્તમ ઉપાડ મર્યાદા નક્કી કરી શકે છે. આ પગલું સભ્યો તેમની બચતનો એક ભાગ જાળવી રાખે છે, તેની ખાતરી કરવા માટે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. જેનાથી તેઓ ભવિષ્યની જરૂરિયાતો માટે બાકીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, EPFO તેના સભ્યોને ATM કાર્ડ પણ ઈસ્યુ કરી શકે છે, જેનાથી તેઓ સીધા ATM માંથી પ્રોવિડન્ડ ફંડનું ભંડોળ ઉપાડી શકશે. આ કાર્ડ તેમના સંબંધિત PF ખાતાઓ સાથે લિંક કરવામાં આવશે.
ATM અને UPI દ્વારા સરળતાથી પ્રોવિડન્ડ ફંડના રૂપિયા ઉપાડવા માટે, EPFO સભ્યોએ કેટલીક શરતો પૂરી કરવી આવશ્યક છે. સભ્ય પાસે સક્રિય યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોવો આવશ્યક છે. મોબાઇલ નંબર અને UAN બંને કાર્યરત હોવા જોઈએ. વધુમાં, UAN ને આધાર કાર્ડ, PAN કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ સાથે લિંક કરવું ફરજિયાત છે. વિના અવરોધે આ સેવા પૂરી પાડવા માટે, EPFO એ 32 સરકારી અને ખાનગી બેંકો સાથે કરાર કર્યા છે, જેનાથી કંપનીઓ સીધા બેંકોમાં PF ભંડોળ જમા કરી શકે છે અને તેના કારણે PF દાવાઓની પ્રક્રિયા કરવા માટે જરૂરી સમય ઓછો થાય છે.
પ્રોવિડન્ડ ફંડને લગતા અન્ય સમાચાર, પ્રોવિડન્ડ ફંડને લગતા અનેક સુધારાઓ અને તાજા અહેવાલને લગતા સમાચારો જાણવા માટે તમે અંહી ક્લિક કરો.