Breaking News : કેન્સર સહિત કઈ બીમારીની દવાઓ સસ્તી થઈ? જાણો

બજેટ 2026-27ના બજેટમાં કેન્સરની બીમારી અને દુર્લભ બીમારીઓથી ઝઝુમી રહેલા પરિવાર માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.કેન્સરની દવાઓ સહિત 17 દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિમળી છે.

Breaking News : કેન્સર સહિત કઈ બીમારીની દવાઓ સસ્તી થઈ? જાણો
| Updated on: Feb 01, 2026 | 2:46 PM

રવિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટ અનેક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. બજેટ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ બજેટ વિકસિત ભારત માટે હશે. પરિણામે, સરકારે ઘણા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ભારત જેવો દેશ જ્યાં કેન્સરની સારવાર હંમેશા પરિવારને દેણામાં મુકી દે છે. ત્યાં જીવન રક્ષક દવાઓની કિંમતમાં કાપ એક સંજીવની જેવું કામ કરે છે. કેન્સરની દવાઓ સહિત 17 દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિમળી છે.આ નિર્ણય ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારોને નોંધપાત્ર રાહત આપશે.

17 દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળી

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “દર્દીઓને, ખાસ કરીને કેન્સરથી પીડિત લોકોને રાહત આપવા માટે, હું 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.હું દવાઓ,મેડિસિન અને ખાસ મેડિકલ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી દેવાઓ અને ખોરાકની પર્સનલ ઈમ્પોર્ટ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી મુક્તિ મેળવવાના હેતુથી હું 7 વધુ દુર્લભ બીમારીઓને ઉમેરવાનો પણ પ્રસ્તાવ મૂકું છું.નાણામંત્રી નિર્મલા સીતારમણે 17 કેન્સર દવાઓ માટે ડ્યુટી મુક્તિની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે 1 એપ્રિલ, 2026 થી MATને અંતિમ ટેક્સ ગણવામાં આવશે, અનેત્યારબાદ કોઈ વધારાની MAT ક્રેડિટ ઉપલબ્ધ થશે નહીં, અને MAT દર 15% થી ઘટાડીને 14% કરવામાં આવ્યો છે.

કયા રોગો માટેની દવાઓ સસ્તી થશે?

આ નિર્ણયથી કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધુ ફાયદો થશે. કેટલીક દુર્લભ અને ગંભીર રોગો માટે વપરાતી અદ્યતન દવાઓનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ એવી દવાઓ છે જેનું દેશમાં ઉત્પાદન મર્યાદિત છે અથવા જે સંપૂર્ણપણે આયાત પર આધારિત છે.

કયા રોગોના દર્દીઓને સૌથી વધુ ફાયદો થશે?

આ નિર્ણયની કેન્સર અને ડાયાબિટીસની સારવાર પર સૌથી વધુ અસર પડશે. ઘણી કેન્સરની દવાઓ ખૂબ મોંઘી હોય છે અને લાંબા ગાળાના ઉપયોગની જરૂર પડે છે. બીજી બાજુ, ડાયાબિટીસ એક એવો રોગ છે જેને આજીવન દવાની જરૂર પડે છે. બંને કિસ્સાઓમાં, દવાઓની કિંમત સસ્તી થવાથી સારવારનો એકંદર ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે. કેટલીક દુર્લભ અને ગંભીર રોગો માટે વપરાતી અદ્યતન દવાઓ પણ આ યાદીમાં સામેલ છે.

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.