Breaking News: શું EPF પર 10% વ્યાજ આપવા જઈ રહી છે સરકાર? લોકસભામાં મંત્રીએ આપ્યો જવાબ

ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકોને પીએફની સુવિધા મળે છે. તેમની બેસિક સેલરીનો 12% હિસ્સો પીએફમાં જમા થાય છે. જ્યારે કંપની પણ એટલુ જ યોગદાન આપે છે. એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનમાંથી 8.33% કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે. ઈપીએફ એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળે છે.

Breaking News: શું EPF પર 10% વ્યાજ આપવા જઈ રહી છે સરકાર? લોકસભામાં મંત્રીએ આપ્યો જવાબ
| Updated on: Apr 02, 2026 | 7:38 PM

શું સરકાર પીએફ પર વ્યાજ દર વધારીને 10% કરવા જઈ રહી છે? આ અંગે લોકસભામાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફાઈનાન્શિયલ યર 2025-26 ના EPF જમા પર 8.25% ના વ્યાજદરને મંજૂરી આપી છે. 2023-24 થી પીએફ પર આ જ દરો ચાલી રહ્યા છે. પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા લોકો માટે પીએફ એક અનિવાર્ય સરકારી બચત યોજના છે. જેમા કર્મચારી તેની બેસિક સેલરીનો 12% હિસ્સો કન્ટ્રીબ્યુટ કરે છે. જ્યારે કમપની પણ એટલુ જ યોગદાન આપે છે. એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનમાંથી 8.33% કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે. EPF એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળે છે.

લોકસભામાં વિજય કુમાર ઉર્ફ વિજય વસંતે સવાલ પૂછ્યો હતો કે શું સરકાર પીએફ પર વ્યાજ દર વધારીને 10 ટકા કરવા જઈ રહી છે. જેના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજે કહ્યુ કે સરકારને આ વિશે લેબર યુનિયન્સ તરફથી કોઈ ઔપચારિક જ્ઞાપન હજુ સુધી મળ્યુ નથી. પીએફ પર મળનારા વ્યાજદરને 2023-24માં 8.15% થી વધારીને 8.25% કરી દેવામાં આવ્યુ છે.

કેવી રીતે નક્કી થાય છે વ્યાજદરો?

કરંદલાજે કહ્યુ કે EPF ના વ્યાજદર પ્રોવિડેન્ટ ફન્ડ કૉપર્સ દ્વારપા કમાયેલી વાસ્તવિક આવક પર નિર્ભર હોય છે. આથી તેની અન્ય કોઈ વેરિયેબલ સાથે સરખામણી ન કરી શકાય. ઈપીએફ પર વ્યાજદરની ભલામણ ઈપીએફઓ ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કરે છે. જેમા સરકાર કંપની અને કર્મચારીઓના પ્રતિનિધિ સામેલ રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોના વ્યાજદરો

 

2005–06 8.50%
2006–07 8.50%
2007–08 8.50%
2008–09 8.50%
2009–10 8.50%
2010–11 9.50%
2011–12 8.25%
2012–13 8.50%
2013–14 8.75%
2014–15 8.75%
2015–16 8.80%
2016–17 8.65%
2017–18 8.55%
2018–19 8.65%
2019–20 8.50%
2020–21 8.50%
2021–22 8.10%
2022–23 8.15%
2023–24 8.25%
2024–25 8.25%

ક્યારે આવશે પૈસા?

પીએફ પર વ્યાજદરોને CBT દ્વારા મંજૂરી મળ્યા બાદ નાણાંમંત્રાલયને મોકલવામાં આવે છે. જો નાણાં મંત્રાલય દ્વારા તેને હરી ઝંડી મળી જાય છે તો તે બાદ શ્રમ અને રોજગાર મંત્રાલય તેને અધિકારીક રીતે નોટિફાય કરશે અને વર્ષના મધ્યમાં વ્યાજની રાશી સબસ્ક્રાઈબર્સના ખાતામાં નાખવામાં આવે છે.

સડકછાપ ટપોરી પણ જાહેરમાં બોલતા પરહેઝ કરે એવી ભદ્દી કોમેન્ટ અમેરિકાના ‘સનકી’ રાષ્ટ્રપ્રતિ ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે કરી?- વાંચો

Published On - 7:37 pm, Thu, 2 April 26

Follow Us