
વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં વિદેશી સંપત્તિ (Foreign Assets) અને ફોરેન એસેટ ડિસ્કોલઝર સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે ખાસ કરીને નાના ટેક્સપેયર્સ, વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ્સ અને વિદેશમાં રહીને પાછા આવેલા NRI માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રસ્તાવ સીધો ઈન્કમટેક્સ માં પારદર્શિતા વધારવા સાથે ‘Ease of Living’ ને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે.
વિત્તમંત્રી નિર્મલા સીતારમણે 2026-27ના બજેટ ભાષણમાં એક એકમાત્ર (one-time) 6 મહિનાની વિદેશી એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમનો ઉદ્દેશ એ છે કે કેટલાક ટેક્સદાતાઓએ અજાણતા કે પ્રક્રિયાની જટિલતાને કારણે તેમની વિદેશી આવક અથવા વિદેશમાં ખરીદેલી સંપત્તિ જાહેર ન કરી હોય તો તેઓને કાયદાકીય મુશ્કેલી વગર સુધારો કરવાની તક આપે છે.
સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્કીમ ખાસ કરીને વિદ્યાર્થી, યુવા પ્રોફેશનલ્સ, ટેક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ, વિદેશમાં કામ કરીને ભારત પાછા આવેલા NRI, નાના સ્તરના ટેક્સપેયર્સ માટે લવાઈ છે. આ લોકોમાં અનેક એવા છે જેમણે વિદેશમાં બેંક એકાઉન્ટ, શેર, સ્ટાર્ટઅપ ઇક્વિટી અથવા નાની મૂડીની સંપત્તિ રાખી હોય, પણ તેને યોગ્ય રીતે જાહેર ન કરી હોય. સરકારનો મત છે કે આવા કેસોમાં હેતુપૂર્વક કરચોરી કરતા વધુ પ્રક્રિયાત્મક ભૂલો જોવા મળે છે
સરકારે આ ડિસ્ક્લોઝર સ્કીમને બે અલગ પ્રકારના ટેક્સપેયર્સ માટે ડિઝાઇન કરી છે. જેમા કેટેગરી Aએવા લોકો માટે છે જેમણે વિદેસી આવક અથવા એસેટ જાહેર કરી નથી. આ કેટેગરીમાં આવતા લોકો માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે અને તેમણે 6 મહિનાની અંદર ફોરેન એસેટ ડિસ્કલોઝ કરવાની રહેશે. આ જાહેર કરેલી વિદેશી આવક અથવા એસેટની કિંમત ₹1 કરોડ સુધી હોવી જોઈએ. તેમને એસેટના ફેર માર્કેટ વેલ્યુ (FMV) અથવા અઘોષિત આવક પર 30% ટેક્સ ચુકવવો પડશે, અને વધારાના 30% એડિશનલ ઇન્કમ ટેક્સ (દંડના બદલે) ભરવાનો રહેશે. આ ચુકવણી પછી તેમને પ્રોસિક્યુશન (ફોજદારી કાર્યવાહી)માંથી મુક્તિ મળશે. એટલે કે, તેમના સામે ક્રિમિનલ કેસ નહીં ચાલે. આ એક રાહત આ બજેટમાં આપવામાં આવી છે.
કેટેગરી B માં એ લોકો આવે છે જેમણે આવક જાહેર કરી, પણ એસેટ જાહેર નથી કરી શક્યા. આ કેટેગરી વધુ નરમ છે. તેમાં એવા લોકો આવે છે જેમણે વિદેશી આવક બતાવી અને ટેક્સ પણ ચૂકવ્યો, પણ તે આવકથી ખરીદેલી વિદેશી સંપત્તિ રિટર્નમાં દર્શાવી ન શક્યા. અહીં એસેટ વેલ્યુ મર્યાદા ₹5 કરોડ સુધી છે. આવા ટેક્સપેયરને ફક્ત ₹1 લાખ ફી ચૂકવવાની રહેશે. આ ચુકવણી પછી તેમને દંડ (penalty) અને પ્રોસિક્યુશન બંનેમાંથી સંપૂર્ણ છૂટ મળશે. આ દર્શાવે છે કે સરકાર હેતુપૂર્વક કરચોરી અને પ્રક્રિયાત્મક ચૂક વચ્ચે તફાવત કરી રહી છે.
વિદેશી સંપત્તિ અને આવક જાહેર ન કરવી એ સામાન્ય રીતે ગંભીર કાનુની બાબત છે, ખાસ કરીને બ્લેક મની એક્ટ અને ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ. પરંતુ આ સ્કીમમાં સરકારએ દંડાત્મક અભિગમ કરતાં ‘સ્વૈચ્છિક પાલન’ (voluntary compliance)ને પ્રોત્સાહન આપ્યું છે. જે બતાવે છે કે ટેક્સ સિસ્ટમ વધુ ટ્રસ્ટ આધારિત અને સુધારાત્મક (corrective) દિશામાં આગળ વધી રહી છે, જ્યાં અજાણતા થયેલા ભુલોને સુધારવાની તક આપવામાં આવે છે.
Foreign Asset Disclosure અંગેની નવી યોજના એ માત્ર ટેક્સ રાહત માટે નથી પરંતુ તેનાથી વધુ લોકો સત્તાવાર રીતે તેમની વિદેશી એસેટ જાહેર કરશે. તેનાથી લિટિગેશન, કોર્ટ કેસ અને કોર્ટ પ્રક્રિયાનું ભારણ ઘટશે. તેમજ
Ease of Living ને ધ્યાનમાં રાખવામાં આવી છે.