
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે, તમિલનાડુમાં રુપિયા 20ની કિંમતે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્ક (Joyland Flavoured Milk) રજૂ કર્યું છે. આ પગલું ‘રેડી-ટુ-ડ્રિંક’ (ready-to-drink) ડેરી માર્કેટમાં કંપનીના વ્યૂહાત્મક પ્રવેશને દર્શાવે છે, જે ક્ષેત્રમાં ITC અને અમૂલ જેવી સ્થાપિત કંપનીઓનું વર્ચસ્વ છે. જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્ક ડેરી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે અને તે સ્ટ્રોબેરી તથા વેનીલા જેવા ફ્લેવર્સમાં ઉપલબ્ધ થશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે ‘રેડી-ટુ-ડ્રિંક’ ડેરી માર્કેટમાં પ્રવેશવું એ RCPLના પોર્ટફોલિયોના વિસ્તરણ અને ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે તમિલનાડુ આ સફરની શરૂઆત છે; કંપની જોયલેન્ડને ડેરી ડ્રિંક્સના વ્યાપક પોર્ટફોલિયો તરીકે વિકસાવી રહી છે અને સમગ્ર ભારતમાં તેની પહોંચને ધીમે ધીમે વિસ્તારવાની યોજના ધરાવે છે.
Media Release – Reliance Consumer Products marks strategic entry into the ready-to-drink dairy category with the launch of Joyland Flavoured Milk
Made with authentic dairy ingredients, Joyland delivers dairy goodness and taste at ₹20
Chennai, 14th October 2026: Reliance Consumer Products Limited (RCPL), the FMCG arm of Reliance Industries Limited (RIL), today announced the launch of Joyland flavoured milk in Tamil Nadu, marking its strategic entry into the ready-to-drink dairy market. Made with authentic dairy ingredients and priced at ₹20, Joyland brings consumers in the state a range that combines the goodness of dairy with flavours such as Strawberry and Vanilla.
The launch extends RCPL’s Total Beverage portfolio, reinforcing its commitment to bringing world-class products to consumers at accessible prices. Staying true to the company’s promise of ‘Global Quality at Affordable Price’, Joyland offers authentic taste and a quality dairy experience in a convenient, ready-to-drink format.
T Krishnakumar, Director, Reliance Consumer Products Limited, said: “Our entry into the ready-to-drink dairy market is a significant step in extending RCPL’s portfolio and widening the choices we offer consumers. With Joyland, we are bringing together authentic dairy ingredients, quality and affordability to make world-class products accessible to more households. Tamil Nadu marks the beginning of this journey, as we build Joyland into a broader dairy beverages portfolio and progressively expand its reach across India.”
Backed by RCPL’s distribution infrastructure, retail scale and consumer insights, Joyland is available in Tamil Nadu with immediate effect. The launch reflects the company’s long-term commitment to the ready-to-drink dairy market, with plans to introduce additional flavours and expand into multiple dairy beverage categories.
Following its launch in Tamil Nadu, Joyland will be progressively rolled out across India.
About Reliance Consumer Products Limited (RCPL)
Reliance Consumer Products Limited (RCPL), the FMCG arm of Reliance Industries Limited (RIL), is on a mission to empower the everyday life of consumers. With a strong commitment to innovation and consumer satisfaction, RCPL blends global standards with local insights to create products that resonate with consumers while being accessible to everyone at honest prices and within an arm’s length of desire. Backed by the robust infrastructure and trust of RIL, the company aims to offer solutions that cater to the evolving needs of consumers, fostering long-term relationships with communities and contributing to the nation’s growth. RCPL is on a journey of shaping the future of the consumer goods industry by meeting the diverse needs of households and communities, offering solutions that are world-class, trusted, value-driven and reflect the evolving lifestyle of today’s consumer.
— Reliance Industries Limited (@RIL_Updates) October 14, 2026
આ પહેલાં, રિલાયન્સે રુપિયા 10ની ‘કેમ્પા’ બ્રાન્ડ સાથે સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં મજબૂત પ્રવેશ કર્યો હતો અને કોકા-કોલા તથા પેપ્સી જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓને સખત સ્પર્ધા આપી હતી. હવે, દૂધ-આધારિત પીણાંની શ્રેણીમાં પ્રવેશ કરીને, રિલાયન્સે ‘રેડી-ટુ-ડ્રિંક’ ડેરી ક્ષેત્રમાં પણ પગરણ માંડ્યા છે. આ ક્ષેત્રમાં સ્પર્ધાનું નવું મોજું જોવા મળી રહ્યું છે. સ્થાપિત કંપનીઓ હવે માત્ર સાદા દૂધથી આગળ વધીને ‘વેલ્યુ-એડેડ’ (વધારાનું મૂલ્ય ધરાવતા) અને અનુકૂળ પીણાંનો વ્યાપક પોર્ટફોલિયો બનાવી રહી છે, જેથી ફિટનેસ અને સુખાકારી (વેલનેસ) પર વધુ ધ્યાન આપતા ભારતીયોની વધતી જતી સંખ્યાની જરૂરિયાતો પૂરી કરી શકાય.
યુરોમોનિટરના અંદાજોને ટાંકીને ‘મિન્ટ’ દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, ભારતમાં ફ્લેવર્ડ મિલ્કનું બજાર આ વર્ષે રુપિયા 8,360 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જે 2025માં રુપિયા 7,600 કરોડ અને 2021માં રુપિયા 4,420 કરોડ હતું. આ શ્રેણીમાં અમૂલ કૂલ (Amul Kool), મધર ડેરી, નંદિની, સનફીસ્ટ સ્મૂથ (Sunfeast Smooth) અને કેવિન્સ (Cavin’s) જેવી બ્રાન્ડ્સ પહેલેથી જ લોકપ્રિય છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “વ્યાજબી કિંમતે વૈશ્વિક ગુણવત્તા” પૂરી પાડવાના તેના વચનને અનુરૂપ, ‘જોયલેન્ડ’ (Joyland) અનુકૂળ અને ‘રેડી-ટુ-ડ્રિંક’ (સીધા પીવાલાયક) સ્વરૂપમાં અસલી સ્વાદ અને શ્રેષ્ઠ ડેરી અનુભવ પ્રદાન કરે છે. જોકે, રુપિયા 20ની કિંમત ખાસ નોંધપાત્ર નથી, કારણ કે અન્ય લોકપ્રિય બ્રાન્ડ્સ પણ આ જ કિંમતે વેચાય છે.