શેર માર્કેટમાં ધૂમ, Sensex એ બનાવ્યો નવો રેકોર્ડ, આ સ્ટોક્સ એ કર્યા માલામાલ

|

Nov 29, 2022 | 5:05 PM

આ સમયે શેરબજારોમાં ચમક છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી સતત નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે, મંગળવારે પણ સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો અને કેટલાક શેરોએ રોકાણકારો માટે ભારે કમાણી કરી.

શેર માર્કેટમાં ધૂમ, Sensex એ બનાવ્યો નવો રેકોર્ડ, આ સ્ટોક્સ એ કર્યા માલામાલ
Share market update

Follow us on

દિવાળી તો ગઇ પરંતુ શેરમાર્કેટમાં હાલ દિલાળી જેવી ચમક છે. તેનું કારણ બીએસસી માર્કેટ અને એનએસસી નિફ્ટી છે. બીએસસી માર્કેટ અને એનએસસી નિફ્ટી છે દરરોજ નવા રિકોર્ડ રચી રહ્યુ છે. આજે પણ કંઇક આવું જ બન્યુ કે શેરમાર્કેટ આજે પણ પોતાના ઓલટાઇમ હાઇ સ્તર પર પહોંચી ગયું. તેજી સાથે ખુલેલા માર્કેટએ સાંજે સમાપ્તિ સમયે 177.04 ના વધારા સાથે 62,681.84 પર બંધ થયો.

શું છે તેજીનું કારણ

આજે એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. બજારને એ હકીકતથી ટેકો મળ્યો કે વિદેશી રોકાણકારોએ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 32,344 કરોડનું રોકાણ કર્યું છે અને તેઓ ફરીથી ચોખ્ખા ખરીદદાર બન્યા છે. બીજી તરફ, એલકેપી સિક્યોરિટીઝના સંશોધન વડા એસ. રંગનાથને કહ્યું કે ક્રૂડ ઓઇલ ડિસેમ્બર 2021 પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે એફએમસીજીમાં ખરીદીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 287 લાખ કરોડ સાથે નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે.

આ શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ

શેરબજારની તેજીમાં કેટલીક કંપનીઓના શેરોએ જબરદસ્ત કમાણી કરાવી છે. જો આપણે સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરો પર નજર કરીએ, તો હિન્દુસ્તાન યુનિલિવર શેરનો ભાવ સૌથી વધુ રહ્યો છે. તે 4.27 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સિવાય સન ફાર્મા, નેસ્લે, ડૉ.રેડ્ડીઝ અને ટાટા સ્ટીલના શેર ટોપ-5માં રહ્યા હતા. જ્યારે L&T, પાવર ગ્રીડ, મારુતિ, બજાજ ફિનસર્વ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટીમાં પણ HUL તેજી બતાવી

એ જ રીતે નિફ્ટીમાં હિન્દુસ્તાન યુનિલિવરનો શેર ટોચ પર રહ્યો હતો. તે 4.39 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, હીરો મોટોકોર્પ અને સન ફાર્મા ટોપ-5 ગેનર્સમાં સામેલ હતા. જ્યારે ટોપ લોઝર શેર ઈન્ડસઈન્ડ બેંકનો શેર હતો. આ સિવાય કોલ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને પાવર ગ્રીડના શેર રોકાણકારોને નિરાશ કર્યા હતા.

Next Article