Richest families 2024 : વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં કયા નંબરે છે અંબાણી પરિવાર ? જાણો સૌથી ધનિક પરિવાર કયો છે

|

Dec 14, 2024 | 7:46 PM

બ્લૂમબર્ગ દ્વારા રિચેસ્ટ ફેમિલીનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભારતના બિઝનેસ પરિવાર પણ વિશ્વના ટોપ 10 પરિવારોમાં સ્થાન ધરાવે છે અને આમાં દેશના સૌથી ધનિક પરિવાર એટલે કે અંબાણી પરિવારે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ટોપ લિસ્ટમાં ભારતના અન્ય એક પરિવારનું નામ સામેલ છે.

Richest families 2024 : વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં કયા નંબરે છે અંબાણી પરિવાર ? જાણો સૌથી ધનિક પરિવાર કયો છે
Ambani Family

Follow us on

વર્ષ 2024માં વિશ્વના સૌથી ધનિક પરિવારોની વાત કરીએ તો, વોલમાર્ટના વોલ્ટન પરિવારે આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને આ સમગ્ર પરિવાર પાસે 432.4 બિલિયન ડોલરની સંપત્તિ છે. જે એલોન મસ્કની વ્યક્તિગત નેટવર્થ કરતાં વધુ છે. ભારતના બિઝનેસ પરિવાર પણ વિશ્વના ટોપ 10 પરિવારોમાં સ્થાન ધરાવે છે અને આમાં દેશના સૌથી ધનિક પરિવાર એટલે કે અંબાણી પરિવારે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ટોપ 10ની યાદીમાં ભારતના અંબાણી પરિવારનું નામ સામેલ છે.

વોલમાર્ટનું વોલ્ટન પરિવાર પ્રથમ સ્થાને

વોલમાર્ટનો વોલ્ટન પરિવાર 432.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે અને આ ગલ્ફ દેશોના રોયલ ફેમિલી કરતાં વધુ છે. બ્લૂમબર્ગ રિચેસ્ટ ફેમિલી ઈન્ડેક્સમાં વોલ્ટન પરિવારે ફરીથી પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આ 10 ડિસેમ્બર સુધીનો ડેટા છે. આ તારીખ સુધીમાં, વોલ્ટન પરિવારની સંપત્તિમાં 80 ટકાનો વધારો થયો છે અને પરિવારની સંયુક્ત સંપત્તિમાં 172.7 બિલિયન ડોલરનો વધારો થયો છે.

અંબાણી પરિવાર ભારતનો સૌથી ધનિક પરિવાર

ભારતના સૌથી ધનિક પરિવાર તરીકે, અંબાણી પરિવારે વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદીમાં 8મું સ્થાન મેળવ્યું છે. તેમની પાસે કુલ 99.6 અબજ ડોલરની સંપત્તિ છે અને ધનિક અંબાણી પરિવારની સંપત્તિ ત્રણ પેઢીઓથી વધી રહી છે. આ યાદીમાં અંબાણી પરિવારે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે અને તેની પાછળનું કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય ગ્રુપ કંપનીઓની વધતી જતી નેટવર્થ છે.

ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?
વિશ્વમાં ગુજરાતનું આ પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ
શાહરૂખ ખાન અને જુહીની 7 સુપરહિટ ફિલ્મો, 5મી ફિલ્મ તો કમાલ
Tulsi Parikrama: તુલસીની આસપાસ કેટલી પરિક્રમા કરવી જોઈએ?
Health Tips: તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ડાયાબિટીસ અને બીપીની છે રામબાણ દવા
Diarrhea Home Remedy : ડાયેરિયા થઈ જાય તો શું કરવું? જાણો અહીં ઘરેલુ ઉપચાર

2024માં વિશ્વના સૌથી ધનિક પરિવારો

  1. વોલ્ટન ફેમિલી (અમેરિકા): 432.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. પરિવારની ત્રણ પેઢીઓ વોલમાર્ટ ચલાવે છે, જે વિશ્વભરમાં 10,600થી વધુ સ્ટોર ધરાવે છે.
  2. અલ નાહયાન ફેમિલી (UAE): 323.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજું સ્થાન ધરાવે છે. આ પરિવાર સંયુક્ત આરબ અમીરાતનો શાહી પરિવાર છે અને તેનું નેતૃત્વ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન કરે છે. પરિવારની સંપત્તિ મુખ્યત્વે તેલ ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને અબુ ધાબીના શેરબજારમાં તેમના વ્યવસાયોનો હિસ્સો 65 ટકા છે.
  3. અલ થાની ફેમિલી (કતાર): 172.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજું સ્થાન ધરાવે. આ પરિવાર કતારના શાહી પરિવારમાંથી એક છે અને તેમની સંપત્તિ તેલ અને ગેસના વિશાળ ભંડારમાંથી આવે છે. તેમના વ્યવસાયોમાં હોટલ, વીમા કંપનીઓ અને ઘણી આંતરરાષ્ટ્રીય મિલકતોનો સમાવેશ થાય છે.
  4. હર્મેસ ફેમિલી (ફ્રાન્સ): 170.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. આ પરિવાર ફ્રાન્સની પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ હર્મેસની માલિકી ધરાવે છે, જેમાં છ પેઢીઓ અને 100થી વધુ સભ્યો સામેલ છે.
  5. કોચ ફેમિલી (અમેરિકા): 148.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે. આ પરિવાર અમેરિકામાં તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે.
  6. અલ સઉદ પરિવાર: સાઉદી અરેબિયાનો શાહી પરિવાર છે, જે આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. જેમની સંપત્તિ 140 બિલિયન ડોલર છે
  7. માર્સ ફેમિલી: 133.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે આ ફેમિલી આ યાદીમાં સાતમું સ્થાન ધરાવે છે. અમેરિકામાં કેન્ડી નામની કંપનીનો ધરાવે છે આ પરિવાર
  8. અંબાણી ફેમિલી: 99.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે આઠમા સ્થાને છે. અંબાણી પરિવારની ત્રીજી પેઢી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહી છે, જે ઝડપથી વિસ્તરી રહી છે.

આ યાદીમાં મિસ્ત્રી પરિવારે પણ સ્થાન મેળવ્યું છે

મિસ્ત્રી પરિવાર, જે પાંચ પેઢીઓથી શાપૂરજી પલોનજી ગ્રૂપ ચલાવે છે, તેમણે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે અને તેમની સંયુક્ત સંપત્તિ 41.4 બિલિયન ડોલર છે. આ પરિવારે બ્લૂમબર્ગ રિચેસ્ટ ફેમિલી ઈન્ડેક્સમાં 23મું સ્થાન મેળવ્યું છે.

Published On - 7:07 pm, Sat, 14 December 24

Next Article