Bitcoin: જો દેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધ લાગશે, તો 1 કરોડ રોકાણકારોના 10000 કરોડ ડૂબી શકે છે

|

Feb 23, 2021 | 7:53 AM

Ban on Cryptocurrency: બિટકોઇન (Bitcoin) જેવી ક્રિપ્ટો કરન્સી(Cryptocurrency) પર પ્રતિબંધ મુકાય તો લગભગ 1 કરોડ ભારતીય રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે. આ 1 કરોડ રોકાણકારોમાં 10 લાખ વેપારીઓ પણ શામેલ છે. તમામ પાસે કુલ 10,000 કરોડ રૂપિયાથી વધુની ડિજિટલ સંપત્તિનો અંદાજ છે. ક્રિપ્ટો એન્ટરપ્રેન્યોર્સનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી પરના પ્રતિબંધથી તેમના ધંધાને […]

Bitcoin: જો દેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધ લાગશે, તો 1 કરોડ રોકાણકારોના 10000 કરોડ ડૂબી શકે છે
BITCOIN

Follow us on

Ban on Cryptocurrency: બિટકોઇન (Bitcoin) જેવી ક્રિપ્ટો કરન્સી(Cryptocurrency) પર પ્રતિબંધ મુકાય તો લગભગ 1 કરોડ ભારતીય રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે. આ 1 કરોડ રોકાણકારોમાં 10 લાખ વેપારીઓ પણ શામેલ છે. તમામ પાસે કુલ 10,000 કરોડ રૂપિયાથી વધુની ડિજિટલ સંપત્તિનો અંદાજ છે. ક્રિપ્ટો એન્ટરપ્રેન્યોર્સનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી પરના પ્રતિબંધથી તેમના ધંધાને નુકસાન થશે જ પરંતુ વિદેશી કંપનીઓને તે લાભ કરાવશે . આમ થવાથી કાળા બજારની પ્રવૃત્તિ વધશે. ચાલો તમને જણાવી દઈએ કે બિટકોઇનની કિંમત રવિવારે 58000 ડોલર પર પહોંચી હતી અને તેની માર્કેટ કેપ વધીને 1.1 લાખ કરોડ ડોલર થઈ ગઈ હતી.

દેશમાં 340 થી વધુ ક્રિપ્ટો સ્ટાર્ટઅપ્સ
ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી બૉસેરજ પૈકીના એક એક WazirXના સહ-સ્થાપક અને સીઈઓ નિશ્ચલ શેટ્ટી કહે છે કે દેશમાં ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ સેલ્ફ રેગ્યુલેટેડ એક્સચેન્જને બંધ કરશે. કાળા બજારમાં લીકવીડિટી વધી શકે છે અને બિટકોઇન ખરીદી અને વેચાણ રોકડ દ્વારા પ્રોત્સાહિત કરી શકાય છે. ભારતમાં 340 થી વધુ ક્રિપ્ટો સ્ટાર્ટઅપ્સ છે. ક્રિપ્ટો ટ્રેડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રોકાણકારોના નાણાં ક્રિપ્ટોક્યુરન્સીમાં ડૂબી જશે એટલું જ નહીં પરંતુ આ ઇનોવેશનમાં ભારતની ભાગીદારીને પણ અટકાવશે.

ક્રિપ્ટો ટેડિંગને નિયંત્રિત કરવા અંગે સરકારે વિચાર કરવો જોઈએ
રોકાણકારો અને સાયબર લો ના નિષ્ણાતોએ કહ્યું છે કે સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવાનું વિચારવું જોઇએ. જો કે જો પ્રતિબંધ મુકાય તો બિટકોઈનમાં પહેલેથી રોકાણ કરનારા ભારતીય રોકાણકારો સામે કાર્યવાહી થશે નહીં. શેટ્ટી કહે છે કે પ્રતિબંધ એ સમસ્યાનું સમાધાન નથી અને તેથી જ અમેરિકા, યુકે અને સિંગાપોર રેગ્યુલેશન અંગે વિચારણા કરી રહ્યા છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

એક વર્ષમાં બિટકોઇન 400% ઉછળ્યો છે
માર્ચ 2020 માં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર પ્રતિબંધ મૂકતા RBIના એક પરિપત્રને રદ કરી દીધો હતો. આ પરિપત્ર આરબીઆઈ દ્વારા 2018 માં બહાર પાડવામાં આવ્યો હતો. કોર્ટના આ પગલા પછી દેશમાં બિટકોઇનની લોકપ્રિયતા અને મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. એક વર્ષમાં બિટકોઇનના ભાવમાં 400 ટકાનો વધારો થયો છે.

Next Article