
ભારત અને ન્યુઝીલેન્ડે સોમવારે એક ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને પોતાના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના તેમના સમકક્ષ ટોડ મેક્લેની હાજરીમાં આ સમજૂતી પર મહોર મારવામાં આવી હતી.
આ સમજૂતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ન્યુઝીલેન્ડ હવે ભારતથી થતી 100 ટકા નિકાસ પર ટેરિફ (સીમા શુલ્ક) હટાવી દેશે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ ભારતના લગભગ 450 ઉત્પાદનો પર 10 ટકા શુલ્ક વસૂલતું હતું. આમાં કાપડ, તૈયાર કપડાં, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાર્પેટ અને ઓટોમોબાઈલ પાર્ટ્સનો સમાવેશ થતો હતો.
India and New Zealand, under the leadership of PM @NarendraModi ji and PM of New Zealand Mr. @ChrisLuxonMP, have signed the #IndiaNZFTA, India’s first women-led Free Trade Agreement and a defining milestone in our bilateral economic journey.
Successfully concluded in a record… pic.twitter.com/N6hSGKg4fL
— Piyush Goyal (@PiyushGoyal) April 27, 2026
હવે આ તમામ ઉત્પાદનો કોઈપણ શુલ્ક વિના ન્યુઝીલેન્ડના બજારમાં પ્રવેશી શકશે, જે ભારતીય નિકાસકારોને જબરદસ્ત સ્પર્ધાત્મક લાભ આપશે. બીજી તરફ, ભારતે પણ ન્યુઝીલેન્ડથી થતી 95 ટકા આયાત પર ટેરિફ ઘટાડવા અથવા હટાવવા સંમતિ આપી છે. જો કે, ભારતીય ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ડેરી ઉત્પાદનો (દૂધ, પનીર, દહીં વગેરે) અને ઘણા કૃષિ પેદાશોને આ સમજૂતીથી બહાર રાખવામાં આવ્યા છે.
સમજૂતી હેઠળ ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ રોકાણ મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં કરવામાં આવશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશનું આગ્રા શહેર આ સમજૂતીથી મોટો લાભ મેળવશે. આગ્રા, જે ભારતના 75 ટકા ચામડાના પગરખાંનું ઉત્પાદન કરે છે, તે હવે ન્યુઝીલેન્ડના ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા ચામડાનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે મોટું સોર્સિંગ હબ બનશે.
ભારતીય દવા ઉદ્યોગ માટે પણ આ સમજૂતી સારા સમાચાર લાવી છે. હવે ભારતીય દવાઓને ન્યુઝીલેન્ડમાં ઝડપથી નિયામક મંજૂરી (Regulatory Approval) મળશે. સાથે જ, બંને દેશોએ પ્રથમ વખત પરંપરાગત ચિકિત્સા (AYUSH) ને માન્યતા આપતું એક સમર્પિત પ્રકરણ કર્યું છે.