બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોકે ત્રણ દિવસમાં 23% રિટર્ન આપ્યું, જાણો સ્ટોકની તેજી અંગે શું કહે છે નિષ્ણાંત?

|

Oct 12, 2021 | 7:21 AM

આ વર્ષે અત્યાર સુધીમાં ટાટા મોટર્સના શેરના ભાવમાં 120 ટકાથી વધુનો વધારો થયો છે. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ આ ઓટો સ્ટોકમાં વધુ ઉછાળો આવવાનો અંદાજ લગાવી રહી છે.

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોકે ત્રણ દિવસમાં 23% રિટર્ન આપ્યું, જાણો સ્ટોકની તેજી અંગે શું કહે છે નિષ્ણાંત?
Rakesh Jhunjhunwala

Follow us on

ઓટો ક્ષેત્ર(Auto Sector)માં દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ના મનપસંદ સ્ટોકે છેલ્લા 3 દિવસમાં 23% નું વળતર આપ્યું છે.રાકેશ ઝુનઝુનવાલાની રોકાણ કંપની ટાટા મોટર્સે(Tata Motors) સતત ત્રીજા કારોબારી દિવસે વધારો નોંધાવ્યો હતો. મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સના શેરને ઓવર વેઇટ રેટિંગમાં રાખ્યું છે અને શેરના ભાવનો લક્ષ્યાંક વધાર્યો છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં ટાટા મોટર્સનો શેર 23 ટકા વધ્યો છે. સોમવારે BSE પર ટાટા મોટર્સનો શેર 7.4 ટકા વધીને 411 રૂપિયા થયો હતો. ટાટા મોટર્સ ડીવીઆર શેર 5 ટકા વધીને 201 રૂપિયા થયો છે.

ટાટા મોટર્સે લક્ષ્યાંક વધાર્યો
ગયા અઠવાડિયે બ્રોકરેજ હાઉસે ટાટા મોટર્સ માટે તેનો લક્ષ્યાંક ભાવ 298 થી વધારીને 448 રૂપિયા કર્યો હતો. કંપનીના નફામાં જગુઆર લેન્ડ રોવરનો સતત હિસ્સો વધતો હોવાને કારણે ટાટા મોટર્સ ગ્લોબલ લકઝરી પ્લેયર તરીકે ગણવામાં આવી છે. મોર્ગન સ્ટેનલી માને છે કે ભારતીય બિઝનેસમાં કંપનીનો હિસ્સો પણ મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે તેની કમાણી વધી શકે છે.

આ વર્ષે અત્યાર સુધીમાં ટાટા મોટર્સના શેરના ભાવમાં 120 ટકાથી વધુનો વધારો થયો છે. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ આ ઓટો સ્ટોકમાં વધુ ઉછાળો આવવાનો અંદાજ લગાવી રહી છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

નિષ્ણાતોનો અભિપ્રાય
ICICI સિક્યોરિટીઝે આ સ્ટોકમાં ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. તેઓ કહે છે કે EV ની માંગ વધી રહી છે. નેક્સન EV ની આગેવાની હેઠળ સપ્ટેમ્બર 2021 માં સતત બીજા મહિને EV વેચાણ સંખ્યામાં 1,000 થી વધુ વાહનોનો વધારો થયો છે.

બ્રોકરેજ ફર્મે તેના આગળના અંદાજોને જાળવી રાખ્યા છે અને હવે SOTP ધોરણે ટાટા મોટર્સ માટે 450 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. ICICI સિક્યોરિટીઝે તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ ઇન્ડિયાના સતત પ્રદર્શનને કારણે, અમે તેના બિઝનેસ માટેના અમારા લક્ષ્યમાં વધુ સુધારો કરી રહ્યા છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે ઓટો જાયન્ટ નાણાકીય વર્ષ 21-23E માં 20.9% CAGR અને તેના વોલ્યુમમાં 17% CAGR નોંધાવી શકે છે.

કોરોનાકાળ પછી પાંચ ગણાથી વધુ તેજી
ટાટા મોટર્સ તે ટાટા ગ્રુપની મૂળ ઓટો ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદક (OEM) છે. જે ઘરેલુ (PV, CV) તેમજ વૈશ્વિક બજારો માટે જગુઆર લેન્ડ રોવર (JLR) નું ઉત્પાદન કરે છે. તે એક વૈભવી કાર બ્રાન્ડ છે જેમાં જગુઆર(models like I-pace, etc.) જેવા મોડલ અને લેન્ડ રોવર (models like Defender, Evoque) જેવા મોડલનો સમાવેશ થાય છે.

કોરોનાકાળની તુલનામાં આ સ્ટોકે રેકોર્ડ રિટર્ન આપ્યું છે. કોરોનાકાળ દરમિયાન આ સ્ટોક 70 થી 80 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. હવે આ સ્ટોક 400 રૂપિયાને પાર કરી ગયો છે. એટલે કે તેમાં પાંચ વખતથી વધુનો ઉછાળો આવ્યો છે. બજારના તમામ નિષ્ણાતો આમાં વધુ વધારો થવાની આગાહી કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : IT Raid On Hetero Pharma Group: 550 કરોડની બેનામી સંપતિ મળી, અધધધ 142 કરોડ રોકડા જપ્ત

 

આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી

Next Article