ભરૂચની દૂધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલ અને ઉપપ્રમુખ પદે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ચુંટાયા

|

Jan 18, 2021 | 10:16 AM

સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ભરૂચની દૂધધારા ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. ડેરીના સંકુલ ખાતે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ તરીકે સતત ચોથી વખત ઘનશ્યામ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં અધ્યક્ષ અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની વરણી કરવામાં આવી હતી. ભરૂચ દૂધધારા ડેરીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી દરમ્યાન સહકારી […]

ભરૂચની દૂધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલ અને ઉપપ્રમુખ પદે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ચુંટાયા

Follow us on

સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ભરૂચની દૂધધારા ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. ડેરીના સંકુલ ખાતે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ તરીકે સતત ચોથી વખત ઘનશ્યામ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં અધ્યક્ષ અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ દૂધધારા ડેરીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી દરમ્યાન સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ હતું. ડેરીના વ્યવસ્થાપન માટે બે પેનલો મેદાનમાં છે. સત્તા ટકાવવા અને હાંસલ કરવા ઘમાસાણ થાય તેવું એક તબક્કે વાતવરણ ઉભું થયું હતું. અટકળો વચ્ચે ચૂંટણીના ફોર્મ ભરવાથી લઈને ખેંચવાની તારીખ સુધીમાં ઘનશ્યામ પટેલની પેનલમાં 10 બેઠકો બિનહરીફ જાહેર થતા બાકીની પ્રક્રયા માત્ર ઔપરિચારિક બની હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભરૂચ દૂધધારા ડેરીની 15 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી જેમાંથી ૧૦ બેઠકો બિનહરીફ થઇ હતી. જંબુસર બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ ઘનશ્યામ પટેલના ઉમેદવારનો વિજય થતા મામલો એકતરફી બન્યો હતો. બહુમત સાથે આજે વર્તમાન પ્રમુખ અને ઉપ પ્રમુખની જ વરણી થતા બન્ને આગેવાનો હવે ડેરીની કમાન પુન:એકવાર સંભાળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:08 pm, Tue, 6 October 20

Next Article