ભારતે ઈરાનમાં શોધ્યો કાળાસોનાનો ભંડાર પણ પરિયોજનાથી ભારતને જ દૂર કરવા ખેલાઈ રહ્યો છે ખેલ, જાણો શું છે આખો મામલો

|

Oct 19, 2020 | 4:02 PM

 ઈરાન ભારતને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય કંપની દ્વારા ઈરાનમાં શોધાયેલા મોટા ખનિજ ગેસ ક્ષેત્રના વિકાસ અને નિકાસની લાંબા સમયથી અટવાયેલી  પરિયોજનાથી ભારત હાથ ધોઈ શકે છે. અમેરિકી આર્થિક પ્રતિબંધોના કારણે મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહેલા ઈરાને સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય લીધો છે. ઇરાને ગલ્ફના ફરઝાદ-બી પ્રોજેક્ટનું કામ સ્થાનિક કંપનીઓને આપવાનો […]

ભારતે ઈરાનમાં શોધ્યો કાળાસોનાનો ભંડાર પણ પરિયોજનાથી ભારતને જ દૂર કરવા ખેલાઈ રહ્યો છે ખેલ, જાણો શું છે આખો મામલો

Follow us on

 ઈરાન ભારતને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય કંપની દ્વારા ઈરાનમાં શોધાયેલા મોટા ખનિજ ગેસ ક્ષેત્રના વિકાસ અને નિકાસની લાંબા સમયથી અટવાયેલી  પરિયોજનાથી ભારત હાથ ધોઈ શકે છે. અમેરિકી આર્થિક પ્રતિબંધોના કારણે મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહેલા ઈરાને સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય લીધો છે. ઇરાને ગલ્ફના ફરઝાદ-બી પ્રોજેક્ટનું કામ સ્થાનિક કંપનીઓને આપવાનો નિર્ણય લીધો છે.


ભારતની ઓએનજીસી વિદેશ લિમિટેડ (OVL) ની આગેવાનીમાં ભારતીય કંપનીઓના જૂથે આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં ૪૦ કરોડ ડોલર ખર્ચ કર્યા છે. ફરઝાદ-બી બ્લોકમાં વિશાળ ગેસ ભંડાર હોવાની શોધ ભારતીય કંપની OVL દ્વારા 2008 માં કરવામાં આવી હતી. OVl એ  ઓએનજીસીની સહાયક કંપની છે. OVL e ઈરાનના ગેસ ક્ષેત્રના વિકાસ માટે 11 અબજ ડોલર ખર્ચવાની યોજના બનાવી હતી. ઈરાને ઘણા વર્ષોથી OVL ની  દરખાસ્ત ધ્યાને ન લઈ તે અંગે કોઈ નિર્ણય લીધો ન હતો અને હવે ભારતીય કંપનીને કામ સોંપવાનો ઇન્કાર કરાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇરાનની નેશનલ ઓઇલ કંપની (NIOC) એ ફેબ્રુઆરી 2020 માં કહ્યું હતું કે તે ઇરાની કંપનીને ફરજાદ-બી પ્રોજેક્ટ આપવા માંગે છે. આ  ક્ષેત્રમાં 21,700 અબજ ઘનફૂટ ગેસ ભંડાર છે. તેમાંથી 60 ટકા હિસ્સો સરળતાથી મેળવી શકાય તેમ છે. પ્રોજેક્ટમાંથી દરરોજ 1.1 અબજ ક્યુબિક ફીટ ગેસ મેળવી શકાય તેમ છે. પ્રોજેક્ટના કામકાજમાં OVL 40 ટકા હિસ્સો મેળવવા માંગતી હતી. OVLએ 25 ડિસેમ્બર 2002 ના રોજ ગેસ એક્સ્પ્લોરેશન સર્વિસ પર હસ્તાક્ષર કર્યા. ઈરાનની રાષ્ટ્રીય કંપનીએ ઓગસ્ટ 2008 માં આ પ્રોજેક્ટને વ્યાવસાયિક ધોરણે જાહેર કર્યો હતો. એપ્રિલ 2011 માં OVLએ  ગેસ ક્ષેત્રના વિકાસની દરખાસ્ત કરી હતી. ઇરાન સાથે નવેમ્બર, 2012 સુધી આ અંગે વાટાઘાટો ચાલુ રહીપરંતુ કરારને અંતિમ રૂપ આપવામાં સફળતા મળી નહીં. મુશ્કેલ શરતોવાળા ઇરાન ઉપરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે  ભારતીય કંપની માટે આગળ વધવાનું મુશ્કેલ બન્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article