31 માર્ચે ચેક ક્લિયરન્સ માટે બેંકો વિશેષ વ્યવસ્થા કરશે , RBIએ બેંકોને સૂચના આપી

|

Mar 29, 2021 | 7:28 PM

સરકારી ખાતાઓના વાર્ષિક વ્યવહારોને પૂર્ણ કરવા માટે બેન્કો વર્તમાન નાણાકીય વર્ષના અંતિમ દિવસે 31 માર્ચે વિશેષ ક્લિયરિંગ કામગીરી કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંકો માટે સરળ ક્લીયરિંગ ઓપરેશન અંગેના નિર્દેશ જારી કર્યા છે

31 માર્ચે ચેક ક્લિયરન્સ માટે બેંકો  વિશેષ વ્યવસ્થા કરશે , RBIએ બેંકોને સૂચના આપી
Reserve Bank Of India

Follow us on

સરકારી ખાતાઓના વાર્ષિક વ્યવહારોને પૂર્ણ કરવા માટે બેન્કો વર્તમાન નાણાકીય વર્ષના અંતિમ દિવસે 31 માર્ચે વિશેષ ક્લિયરિંગ કામગીરી કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંકો માટે સરળ ક્લીયરિંગ ઓપરેશન અંગેના નિર્દેશ જારી કર્યા છે અને તેમને ફરજિયાત રીતે તેમાં જોડાવા જણાવ્યું છે.

કેન્દ્રીય બેંકે સભ્ય બેંકો, શહેરી અને રાજ્ય સહકારી બેંકો, પેમેન્ટ બેંક, સ્મોલ ફાયનાન્સ બેંકો અને ભારતની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ને જાહેર કરેલા જાહેરનામામાં કહ્યું છે કે,ક્લિયરન્સને લઈ સામાન્ય રીતે બુધવારે જે સમયસીમાં હોય છે તે 31 માર્ચ 2020 ના રોજ પણ રહેશે.

31 માર્ચના રોજ વિશેષ ક્લિયરિંગ વ્યવસ્થા
RBIએ કહ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષ માટે 31 માર્ચ 2021 સુધીમાં સરકારના તમામ વ્યવહારોની સુવિધા માટે ખાસ ક્લિયરિંગ સિસ્ટમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા ત્રણેય ચેક ટ્રન્કએશન સિસ્ટમ (CTS) ગ્રીડ પર સરકારી તપાસ માટે હશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વ્યવસ્થા અંતર્ગત નવી દિલ્હી, ચેન્નઈ અને મુંબઇ ત્રણ CTS ગ્રિડ સાંજે 5 થી 5.30 દરમિયાન પ્રેઝન્ટેશન ક્લીયરિંગ કરશે અને રિટર્ન ક્લિયરિંગ સાંજે 7 થી સાંજના 7.30 સુધી થશે

ક્લિયરિંગ સેટલમેન્ટ એકાઉન્ટમાં પૂરતી રકમ માટે રાખવી પડશે
રિઝર્વ બેંકે કહ્યું કે, તમામ બેન્કો માટે ફરજિયાત છે કે તેઓ 31 માર્ચ, 202 ના રોજ એક ખાસ ક્લિયરિંગ કામગીરીમાં સામેલ થશે. સંબંધિત CTS ગ્રીડ હેઠળની તમામ સભ્ય બેંકોએ ક્લિયરિંગ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાને ખાસ ક્લિયરિંગ સમયે ખુલ્લી રાખવી પડશે. ઉપરાંત ક્લિયરિંગ સેટલમેન્ટ એકાઉન્ટમાં પૂરતી રકમ રાખવી પડશે જેથી ખાસ ક્લિયરિંગ દરમિયાન પતાવટની જવાબદારી પૂર્ણ કરી શકાય.

CTS સિસ્ટમ અંતર્ગત ચેક ક્લિયર કરવામાં આવશે
CTS સિસ્ટમ હેઠળ, ચેક ક્લિયરિંગ માટે ફિઝીકલી રજૂ કરવાની જરૂર નથી. તેના બદલે, ક્લિયરિંગ હાઉસ દ્વારા પેમેન્ટ બ્રાન્ચમાં અન્ય આવશ્યક માહિતી સાથે એક તસ્વીર ઇલેક્ટ્રોનિકલી મોકલવામાં આવે છે. આ ક્લિયરન્સ અને ચેકના કલેક્શનમાં લેવામાં સમયનો બચાવ કરે છે.

Next Article