બેન્કોને પહેલીવાર મોદી સરકારમાં ડિફોલ્ટરોના પૈસા પાછા મળ્યાઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

|

Mar 28, 2022 | 6:33 PM

દેવાની ચૂકવણી કરનારા અને NPAની વિરૂદ્ધ સરકારની કાર્યવાહી વિશે ડીએમકેના ટી.આર.બાલુના પુરક પ્રશ્નનો જવાબ આપતા સીતારમણે કહ્યું કે રાઈટ ઓફ એ સંપૂર્ણ માફી નથી અને બેંકો લોનના દરેક કેસમાં ચુકવણીની પ્રક્રિયા હાથ ધરે છે.

બેન્કોને પહેલીવાર મોદી સરકારમાં ડિફોલ્ટરોના પૈસા પાછા મળ્યાઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
Finance Minister Nirmala Sitharaman (File Image)

Follow us on

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સોમવારે તે સમયની યુપીએ સરકાર પર NPA બનેલા દેવાની ભરપાઈ ના કરવાનો આરોપ લગાવતા કહ્યું કે બેન્કોને પ્રથમ વખત મોદી સરકારમાં (Modi Government) ડિફોલ્ટર્સથી પૈસા પરત મળ્યા છે. તેમને લોકસભામાં કહ્યું કે વિભિન્ન છેતરપિંડીવાળી યોજનાઓથી અનેક નાના રોકાણકારોને ઠગનારા લોકોની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાની સાથે તમામ કાર્યવાહી કરવામાં આાવી છે. નાણાપ્રધાને કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પણ એપ આધારિત નાણાકીય કંપનીઓ પર નજર રાખી રહી છે.

દેવાની ચૂકવણી કરનારા અને NPAની વિરૂદ્ધ સરકારની કાર્યવાહી વિશે ડીએમકેના ટી.આર.બાલુના પુરક પ્રશ્નનો જવાબ આપતા સીતારમણે કહ્યું કે રાઈટ ઓફ એ સંપૂર્ણ માફી નથી અને બેંકો લોનના દરેક કેસમાં ચુકવણીની પ્રક્રિયા હાથ ધરે છે.

UPA સરકારમાં NPAથી કોઈ ભરપાઈ નથી કરવામાં આવી: નાણાપ્રધાન

નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોએ લોન ડિફોલ્ટરોની મિલકત જપ્ત કરવાની સાથે તેમની પાસે 10,000 કરોડ રૂપિયાથી વધારેની રકમની ભરપાઈ કરી છે. નાણાપ્રધાને કહ્યું કે દેશમાં પ્રથમ વખત મોદી સરકારમાં બેન્કોએ અનેક એનપીએ સંબંધિત પૈસા પરત મળ્યા છે. જ્યારે યુપીએ સરકારમાં એનપીએથી કોઈ ભરપાઈ નથી કરવામાં આવી.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

નાણાપ્રધાનના આ નિવેનદ પર ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વાંધો ઉઠાવ્યો છે. જેની પર સીતારમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીએ કડવું સત્ય સાંભળવુ જોઈએ. તેમને આરોપ લગાવ્યો કે પહેલાની યુપીએ સરકારમાં રાજકીય આધાર પર ફોન પર લોન આપવામાં આવતી હતી.

તે સિવાય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે અન્ય વિકસિત દેશની વિપરિત મોદી સરકારે કોવિડ રોગચાળાથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે ટેક્સમાં વધારો કર્યો ન હતો અને સરકારનો ભાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જાહેર ખર્ચ વધારવા પર હતો કારણ કે તેની અસર વ્યાપક છે. ફાઈનાન્સ બિલ 2022 પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા સીતારમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રૂ. 2 લાખથી વધુની આવક પર 93.5 ટકા કરવેરાનો ‘સીમાંત દર’ નક્કી કર્યો હતો.

આ પણ વાંચો: Anand: એલ.આઇ.સી. એમ્પ્લોઈઝ યુનિયન પણ હડતાલમાં જોડાયું, બે દિવસ બધી કામગીરી બંધ

આ પણ વાંચો: અમદાવાદ : લૂંટેરી દુલ્હને લીધો યુવકનો ભોગ ! લગ્નના દસ દિવસ બાદ દાગીના લઈ ફરાર

Next Article