Privatisation ને અટકાવવા બેંક યુનિયને નવો માર્ગ અપનાવ્યો, બેંકમાં પહોંચનાર ગ્રાહકોના મેળવે છે અભિપ્રાય

|

Apr 05, 2021 | 8:55 AM

એક તરફ સરકાર ખાનગીકરણ તરફ ઝડપથી આગળ વધી રહી છે તો બીજી તરફ બેંક યુનિયનો તેની સામે આક્રમક વલણ અપનાવવા તૈયાર છે.

Privatisation ને અટકાવવા બેંક યુનિયને નવો માર્ગ અપનાવ્યો, બેંકમાં પહોંચનાર ગ્રાહકોના મેળવે છે અભિપ્રાય
બેંકની ફાઈલ તસ્વીર

Follow us on

એક તરફ સરકાર ખાનગીકરણ તરફ ઝડપથી આગળ વધી રહી છે તો બીજી તરફ બેંક યુનિયનો તેની સામે આક્રમક વલણ અપનાવવા તૈયાર છે. એક મીડિયારિપોર્ટ અનુસાર ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનો લાંબા સમયથી હડતાલ પર જવાની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) એ ખાનગીકરણનો વિરોધ કરવા રવિવારે એક બેઠક યોજી હતી. આ મીટીંગમાં બેંક યુનિયન દ્વારા વિરોધ વધુ આક્રમક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AIBEAની જનરલ કાઉન્સિલની બેઠકમાં તમામ બેંક યુનિયનોને દેશભરમાં ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શિત કરવા જણાવ્યું છે. આ અગાઉ 15 અને 16 માર્ચે બેંક કર્મચારીઓએ ખાનગીકરણ સામે વિરોધ દર્શાવ્યો હતો જેમાં 10 લાખ બેંક કર્મચારીઓ જોડાયા હતા. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બે સરકારી બેંકો અને એક વીમા ક્ષેત્રની કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

એક દિવસની હડતાલમાં હજારો કરોડનું નુકસાન
ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ હવે આ સંદર્ભે ગ્રાહકો અને જનતા સાથે વાત કરી રહ્યા છે. આજની બેઠક સંદર્ભે બેંક યુનિયન દ્વારા જારી નિવેદન મુજબ સરકારી બેંક યુવાનોને કાયમી નોકરી આપે છે. ખાનગી બેંકોમાં નોકરી સુરક્ષિત રહેશે નહીં. પગાર પણ ઓછો મળે છે. ટ્રેડ યુનિયનનો કન્સેપટ સમાપ્ત થશે જે કામદારોના હકોનું ઉલ્લંઘન કરશે. બેંકની હડતાલથી દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થાય છે. માર્ચ મહિનામાં હડતાલના પહેલા દિવસે લગભગ 16,500 કરોડના વ્યવહારને અસર થઈ હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખાનગીકરણની યાદીમાં કઈ કઈ બેન્ક
અત્યારે બેંકના ખાનગીકરણ વિશે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. નીતિ આયોગે સરકારને છેલ્લા બે વર્ષમાં ભળી ગયેલી બેંકોની સૂચિમાંથી બાકાત રાખવા જણાવ્યું છે. એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેન્ક અને ઈન્ડિયન બેંક ખાનગીકરણની યાદીમાંથી બહાર થઈ ગયા છે. દેશમાં હાલમાં કુલ 12 સરકારી બેંકો છે. ખાનગીકરણની રેસમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક અને યુકો બેંક મોખરે છે.

Next Article