બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને ભેટ આપી, રેપો લિંક્ડ રેટ્સમાં 0.10% ઘટાડો કર્યો, લોનનો EMI ઘટશે

|

Mar 16, 2021 | 6:51 AM

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડા(Bank of Baroda)એ તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. BOBએ બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) માં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.10 ટકાનો ઘટાડો કર્યો છે.

બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને ભેટ આપી, રેપો લિંક્ડ રેટ્સમાં 0.10% ઘટાડો કર્યો, લોનનો EMI ઘટશે
Bank of Baroda

Follow us on

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડા(Bank of Baroda)એ તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. BOBએ બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) માં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર 15 માર્ચ, 2021 થી લાગુ કરાયા છે. આ કપાત બાદ BRLLR 6.85 ટકાથી ઘટીને 6.75 ટકા થઈ ગઈ છે. આ પગલાંથી હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન લેનારા ગ્રાહકો પર લોનના વ્યાજનો બોજ ઓછો થશે.

એક્સટર્નલ બેંચમાર્ક રેપો લિંક્ડ રેટમાં ઘટાડા સાથે બેંકની તમામ રિટેલ લોન આપમેળે એડજસ્ટ થઈ જશે. હોમ લોન(Home Loan), મોર્ગેજ લોન(Mortgage Loan), કાર લોન (Car Loan), એજ્યુકેશન લોન(Education Loan), પર્સનલ લોન (Personal Loan) અને અન્ય તમામ રિટેલ લોન પ્રોડક્ટ્સને તેનો લાભ મળશે.

લોન વ્યાજ દર ઘટવાની અસર
બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન અનુસાર BRLLR માં કપાત બાદ હોમ લોન પરના વ્યાજ 6.75 ટકા અને ઓટો લોન 7 ટકાથી શરૂ થશે. બીજા મોર્ગેજ લોન પર 7.95 ટકા અને એજ્યુકેશન લોન પર 6.75 ટકા વસૂલવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ બેંકોએ પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો
આ પહેલા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ખાનગી ક્ષેત્રની આઇસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને એચડીએફસી (HDFC) એ લોનના વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો.

Next Article