દેશની 8 બેંકે વ્યાજદરમાં કર્યો ફેરફાર, જાણો તમારી લોનના હપ્તા પર શું થશે અસર

|

Dec 13, 2023 | 1:33 PM

બેંકોએ ડિસેમ્બરમાં તેમના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) અને રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં ફેરફાર કર્યો છે. બેંક દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને કારણે સામાન્ય લોકોની લોન EMIમાં પણ ફેરફાર જોવા મળશે. ચાલો જાણીએ કે આ બેંકોએ તેમના MCLR અને RLLRમાં કેટલા ફેરફાર કર્યા છે.

દેશની 8 બેંકે વ્યાજદરમાં કર્યો ફેરફાર, જાણો તમારી લોનના હપ્તા પર શું થશે અસર
Loan Interest Rate

Follow us on

બેંકોએ ડિસેમ્બરમાં તેમના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) અને રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં ફેરફાર કર્યો છે. બેંક દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને કારણે સામાન્ય લોકોની લોન EMIમાં પણ ફેરફાર જોવા મળશે. ચાલો જાણીએ કે આ બેંકોએ તેમના MCLR અને RLLRમાં કેટલા ફેરફાર કર્યા છે.

કેનેરા બેંક લોનના વ્યાજદર

કેનેરા બેંક દ્વારા તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે 12 ડિસેમ્બર, 2023 થી અલગ-અલગ કાર્યકાળ માટે તેના MCLR દરોમાં ફેરફાર કર્યો છે. એક માસની લોનના દર ઘટીને 8.1%, 3 મહિનાની લોનના દર ઘટીને 8.2%, 6 મહિના માટે લોનનો દર 8.55%, 1 વર્ષની લોનનો દર ઘટીને 8.75% અને બે વર્ષની લોનનો દર ઘટીને 9.05% થયો છે. બેંકે ત્રણ વર્ષની લોનનો દર 9.15% નક્કી કર્યો છે. કેનેરા બેંકે RLLRમાં પણ ફેરફાર કર્યા છે, જે 12 ડિસેમ્બરથી ઘટાડીને 9.25% કરવામાં આવ્યો છે.

IDBI બેંક લોનના વ્યાજદર

  • 1 માસના સમયગાળા માટે MCLR 8.45%
  • 3 માસ માટે MCLR રેટ 8.75%
  • 6 માસ માટે MCLR 8.95%
  • 1 વર્ષ માટે MCLR 9%
  • 2 વર્ષ માટે MCLR 9.55%
  • 3 વર્ષ માટે MCLR 9.95%
  • આ તમામ લોનના દર 12 ડિસેમ્બર, 2023થી અમલી છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા લોનના વ્યાજદર

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નવા MCLR દર 11 ડિસેમ્બર, 2023 થી 10 જાન્યુઆરી, 2024 સુધી અમલમાં છે. 1 મહિનાનો MCLR 7.95% છે. 3 મહિના માટે MCLR 8.35% છે. 6 મહિનાનો MCLR 8.6% છે. 1 વર્ષનો MCLR 8.8% છે. 2 વર્ષનો MCLR 8.9% છે. 3 વર્ષનો MCLR 9.05% છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

બેંક ઓફ બરોડા લોનના વ્યાજદર

BoB એ 12 ડિસેમ્બર, 2023 થી તેના MCLR માં ફેરફાર કર્યો છે. 1 મહિનાનો MCLR 8.3% છે. 3 મહિના માટે MCLR 8.4% છે. 6 મહિનાનો MCLR 8.55% છે. 1 વર્ષનો MCLR 8.75% છે.

ICICI બેંક લોનના વ્યાજદર

ICICI બેંકે 1 ડિસેમ્બર, 2023થી તેના MCLRમાં ફેરફાર કર્યો છે. 1 મહિના માટે MCLR આધારિત લોનનો દર 8.5% છે. 3 મહિનાનો દર 8.55% છે. 6 મહિનાનો દર 8.9% છે. 1 વર્ષનો દર 9% છે.

બંધન બેંક લોનના વ્યાજદર

બંધન બેંકે 1 ડિસેમ્બર, 2023 થી તેના MCLR આધારિત લોન દરોમાં ફેરફાર કર્યો છે. 1 મહિનાના સમયગાળા માટે MCLR 7.07% છે. 3 મહિના અને 6 મહિનાના સમયગાળા માટે વ્યાજ દર 8.57% છે. 1, 2 અને 3 વર્ષનો MCLR દર 11.32% છે.

પંજાબ નેશનલ બેંક લોનના વ્યાજદર

PNB એ 1 ડિસેમ્બર, 2023 થી તેના MCLR માં ફેરફાર કર્યા છે. 1 મહિનાના સમયગાળા માટે MCLR 8.25% છે. 3 મહિનાના સમયગાળા માટે MCLR 8.35% છે. 6 મહિનાના કાર્યકાળ માટેનો દર 8.55% છે. એક વર્ષના સમયગાળા માટે MCLR દર 8.65% છે. 3 વર્ષના સમયગાળા માટે 9.95% છે.

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, આ સ્કીમમાં તમને નફા પર મળશે નફો અને રૂપિયા થઈ જશે ડબલ

બેંક ઓફ ઈન્ડિયા લોનના વ્યાજદર

BOI એ 1 ડિસેમ્બર, 2023 થી અમલમાં આવતા તેના MCLRમાં સુધારો કર્યો છે. 1 મહિનાનો MCLR દર 8.25% છે. 3 મહિના માટે MCLR 8.4 ટકા છે. 6 મહિનાનો MCLR 8.6% છે. 3 વર્ષ માટે MCLR 9% છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article