Bank Holidays: કોરોનાકાળમાં કામવગર ઘરની બહાર નીકળવું હિતાવહ નહીં, જાણો ક્યારે બેંક બંધ રહેશે

|

Apr 20, 2021 | 9:34 AM

Bank Holidays: કોરોનની  બીજી લહેરના કહેર વચ્ચે કામ વગર બહાર નીકળવું હિતાવહ નથી . કોરોના સંકટના આ યુગમાં જો તમારી પાસે બેંકને લગતું કોઈ કામ છે અથવા તમે આજે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Bank Holidays: કોરોનાકાળમાં કામવગર ઘરની બહાર નીકળવું હિતાવહ નહીં, જાણો ક્યારે બેંક બંધ રહેશે
એપ્રિલ મહિનામાં બેંક આ દિવસ દરમ્યાન બંધ રહેશે

Follow us on

Bank Holidays: કોરોનની  બીજી લહેરના કહેર વચ્ચે કામ વગર બહાર નીકળવું હિતાવહ નથી . કોરોના સંકટના આ યુગમાં જો તમારી પાસે બેંકને લગતું કોઈ કામ છે અથવા તમે આજે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરની બહાર નીકળતાં પહેલાં જાણો કે આવતીકાલે ઘણા રાજ્યોમાં બેંકોમાં (Bank Holidays) કોઈ કામ નહીં આવે. આરબીઆઈ દ્વારા બેંકની રજાઓની સૂચિ બહાર પાડવામાં આવી છે. આ રજા રાજ્ય અને ક્ષેત્ર પર આધારિત છે. બેંકમાં જતા પહેલાં તમારે આ યાદીમાં તપાસ કરવી જોઈએ કે શા માટે અને કયા દિવસોમાં બેંક બંધ રહેશે. જેથી તમે અગાઉથી યોજના બનાવી શકો.

તહેવારોને કારણે કામ થશે નહીં
બુધવારે એટલે કે 21 એપ્રિલના રોજ બેંકો રામનવમી નિમિત્તે બેન્ક બંધ રહેશે. દેશના મોટા ભાગના ભાગોમાં આવતીકાલે રામ નવમી નિમિત્તે બેન્ક બંધ રહેશે. રામ નવમી હિન્દુ ધર્મના લોકો માટે એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ચૈત્ર મહિનામાં નવમા દિવસે ઉજવવામાં આવે છે જે હિન્દુ ચંદ્ર કેલેન્ડરમાં પ્રથમ મહિનો છે. આવતીકાલે  ગુજરાત સહીત પશ્ચિમ બંગાળ, આસામ, ગોવા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, પુડુચેરી અને તમિલનાડુમાં રાષ્ટ્રીય રજા રહેશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સપ્તાહમાં બેંકો બંધ રહેશે
24 એપ્રિલના રોજ, બેંકોમાં ચોથા શનિવારની રજા રહેશે. 25 એપ્રિલે મહાવીર જયંતી માટે રજા રહેશે. જો કે આ દિવસ રવિવારે છે. રજાઓ હોવાને કારણે બેંક ગ્રાહકો બેંક શાખાઓમાં પૈસા ઉપાડી શકશે નહીં અને થાપણો કરી શકશે નહીં. જો કે, એટીએમ, મોબાઇલ બેન્કિંગ અને ઓનલાઇન બેંકિંગ સેવાઓ આ સમયમાં ઉપલબ્ધ રહેશે.

Published On - 9:34 am, Tue, 20 April 21

Next Article