Bank Holidays in December 2021 : ડિસેમ્બરના 31માથી 12 દિવસ તો બેંક રહેશે બંધ, જાણો કયા દિવસે બેંક રહેશે ચાલુ અને બંધ ?

|

Nov 30, 2021 | 7:34 AM

ભારતીય રિઝર્વ બેંકે તેની વાર્ષિક યાદીમાં વર્ષ 2021 માટે રજાઓની યાદી બહાર પાડી છે. આ મુજબ, ભારતભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહના રજાઓ સહિત ડિસેમ્બરમાં 12 દિવસ સુધી બંધ રહેશે.

Bank Holidays in December 2021 : ડિસેમ્બરના 31માથી 12 દિવસ તો બેંક રહેશે બંધ, જાણો કયા દિવસે બેંક રહેશે ચાલુ અને બંધ ?
Bank Holidays in December 2021

Follow us on

Bank Holidays in December 2021 : આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

ભારતીય રિઝર્વ બેંકે તેની વાર્ષિક યાદીમાં વર્ષ 2021 માટે રજાઓની યાદી બહાર પાડી છે. આ મુજબ, ભારતભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહના રજાઓ સહિત ડિસેમ્બરમાં 12 દિવસ સુધી બંધ રહેશે. આ રજાઓ બીજા અને ચોથા શનિવાર સિવાય અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. આરબીઆઈની યાદીમાં ડિસેમ્બર મહિના દરમિયાન તહેવારોની ક્રિસમસ સહિત સાત રજાઓનો ઉલ્લેખ છે. જો કે, નાતાલ પણ મહિનાના ચોથા શનિવારે આવે છે. આ ઉપરાંત ૪ રવિવાર અને બે શનિવાર પણ રજા રહેશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ડિસેમ્બર 2021 માં કઈ તારીખે (Bank holidays in December 2021) બેંકોમાં રજા રહેશે.

ડિસેમ્બર 3: સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવાર – ગોવા

ડિસેમ્બર 18: યુ સોસો થામની પુણ્યતિથિ – શિલોંગ

ડિસેમ્બર 24: ક્રિસમસ ફેસ્ટિવલ(Christmas Eve) – આઇઝોલ, શિલોંગ

ડિસેમ્બર 25: ક્રિસમસ – ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર, તિરુવનંતપુરમ, ગુજરાત

ડિસેમ્બર 27: નાતાલની ઉજવણી – આઈઝોલ

ડિસેમ્બર 30: યુ કિઆંગ નાંગબાહ – શિલોંગ

ડિસેમ્બર 31: નવા વર્ષની પૂર્વ સંધ્યા – આઈઝોલ

અલગ અલગ રાજ્ય મુજબની રજાઓ ઉપરાંત સાપ્તાહિક રજાઓ દરમ્યાન બેંકો બંધ રહેશે. આ સંદર્ભે એ નોંધવું જરૂરી છે કે વિકેન્ડ સમગ્ર ભારતમાં એકસમાન હોય છે. જે રજાઓની તારીખ નીચે મુજબ છે.

ડિસેમ્બર  5: રવિવાર

ડિસેમ્બર 11: મહિનાનો બીજો શનિવાર

ડિસેમ્બર 12: રવિવાર

ડિસેમ્બર 19: રવિવાર

ડિસેમ્બર 25: મહિનાનો ચોથો શનિવાર અને નાતાલ

ડિસેમ્બર 26: રવિવાર

 

 

આ પણ વાંચો : Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે

 

આ પણ વાંચો : એર ઈન્ડિયા બાદ બીજી કંપની ખાનગી હાથમાં, સરકારે આ કંપનીને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી

Published On - 7:26 am, Tue, 30 November 21

Next Article