Bank Holidays: જાણો મે મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે, કરીલો કામનું પ્લાનિંગ

|

Apr 29, 2021 | 8:32 AM

નવા નાણાકીય વર્ષ 2021-22ના બીજા મહિના એટલેકે May માં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો બીજા – ચોથા શનીવાર અને રવિવાર ઉપરાંત 5 તહેવારો દરમ્યાન અલગ અલગ રાજ્યમાં(Bank Holidays) બંધ રહેશે.

Bank Holidays: જાણો મે મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે, કરીલો કામનું પ્લાનિંગ
May 2021 માં બેંક 12 દિવસ બંધ રહેશે

Follow us on

નવા નાણાકીય વર્ષ 2021-22ના બીજા મહિના એટલેકે May માં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો બીજા – ચોથા શનીવાર અને રવિવાર ઉપરાંત 5 તહેવારો દરમ્યાન અલગ અલગ રાજ્યમાં(Bank Holidays) બંધ રહેશે. તહેવાર સિવાય દર મહિનાના બીજા અને ચોથા શનિવારે અને રવિવારે બેંકો બંધ રહે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વેબસાઇટ અનુસાર મે 2021 માં બેંક રજાઓમાં મહારાષ્ટ્ર દિવસ, રમઝાન, બુદ્ધ પૂર્ણિમા વગેરે જેવા વિવિધ તહેવારોનો સમાવેશ થાય છે. તહેવારની રજાઓ રાજ્ય અનુસાર અલગ- અલગ હોય છે

દેશમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે બેંકોમાં કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. કોરોના ઝોનમાં સ્થિત બેંકોના કર્મચારીઓને સંક્રમણથી બચાવવા માટે બેન્કની સુવિધાઓ મર્યાદિત કરવામાં આવી છે. આ સાથે ઘણા રાજ્યોમાં બેંકોના કામના કલાકો ઘટાડીને 4 કલાક કરવામાં આવ્યા છે.

 

ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

મે મહિનામાં કયા દિવસો પર બેંકો બંધ રહેશે.

1 મે ​​- મજૂર દિવસ
2 મે – રવિવાર
7 મે – જમાત-ઉલ-વિદા – જમ્મુ-કાશ્મીરની બેંકો બંધ રહેશે
8 મે – બીજો શનિવાર
9 મે – રવિવાર
13 મે- ઈદ
14 મે – ભગવાન શ્રી પરશુરામ જયંતિ / ઇદ / બાસવ જયંતિ / અક્ષય તૃતીયા- મોટાભાગના વિસ્તારોમાં રજા રહેશે
16 મે – રવિવાર
22 મે – ચોથો શનિવાર
23 મે – રવિવાર
26 મે – બુદ્ધ પૂર્ણિમા
30 મે – રવિવાર

Published On - 8:32 am, Thu, 29 April 21

Next Article