Bank Holiday : 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર દેશના ઘણા ભાગોમાં ઘણી સરકારી અને ખાનગી બેંકો બંધ(Bank Holiday January 2022) હતી. જાન્યુઆરીમાં કુલ 16 દિવસ બેંકમાં રજાઓ છે જેમાંથી 10 અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. બાકીની 6 રજાઓ જાન્યુઆરીના બાકીના 15 દિવસોમાં આવશે . આ 15 દિવસોમાંથી 6 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં રવિવાર અને બીજા શનિવારનો સમાવેશ થાય છે. આ તમામ રજાઓ એક સાથે નહીં હોય અને રાજ્યોના તહેવારોને અનુલક્ષીને બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર બેંકોમાં રજાઓ હોય છે.
આરબીઆઈની યાદી અનુસાર જાન્યુઆરીમાં 16 રજાઓ હતી જે ચાલુ છે અને તેમાંથી 10 પૂર્ણ થઇ છે. બાકીની 6 દિવસની રજા આગામી સપ્તાહમાં જોવા મળશે અને રાષ્ટ્રીય સ્તરે બેંકની રજાઓમાં સાપ્તાહિક રજાઓ પણ છે. જો બેંકમાં કોઈ કામ હોય તો તમે તમારી નજીકની શાખામાં જાઓ અને જાણો કે ત્યાં ક્યારે રજા હશે? આ તમારા માટે કોઈ સમસ્યા નહીં હોય અને તમે પહેલા બેંક સંબંધિત કામને પતાવી શકો છો.
બેંકની રજાઓ રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકારો દ્વારા કેટલીક રજાઓ પણ નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંકની યાદી દર્શાવે છે કે જાન્યુઆરીમાં કુલ 11 રજાઓ છે અને બાકીની 5 રજાઓ સાપ્તાહિક રજાઓ અથવા બીજા અને ચોથા શનિવારની છે. રિઝર્વ બેંકે રજાઓની ત્રણ શ્રેણીઓ બનાવી છે જેમાં રાજ્યવાર રજા, ધાર્મિક રજા અને બંધ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં તહેવારો સાથે સંકળાયેલી રજાઓનો પણ સમાવેશ થાય છે.
જાન્યુઆરીના બીજા ભાગમાં રજાઓની યાદી અમે જણાવી રહ્યા છીએ. આ રજાઓ 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. દેશના કેટલાક ભાગોમાં મકરસંક્રાંતિના અવસર પર બેંકો બંધ હતી. મકરસંક્રાંતિ અને શનિવારે પણ તહેવારણબી ઉજકની જોવા મળી હતી અને બીજા દિવસે રવિવાર હોવાથી તમામ બેંકોમાં રાષ્ટ્રીય રજા રહેશે.
તારીખ | રજાની વિગત |
16-Jan | રવિવાર |
18-Jan | થાઈ પૂસમ – ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે |
22-Jan | ચોથો શનિવાર |
23-Jan | રવિવાર |
26-Jan | પ્રજાસત્તાક દિવસ |
30-Jan | રવિવાર |
આ પણ વાંચો : SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી બેન્ક આ ફેરફાર લાગુ કરશે , જાણો વિગતવાર
આ પણ વાંચો : Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો, 14 માર્ચથી સેવાઓ ઠપ્પ થશે