Bank Holiday in June : બેન્કના કામનું કરી લો પ્લાનિંગ, જાણો જૂનમાં ક્યા દિવસે બેન્ક બંધ રહેશે

|

May 26, 2021 | 9:21 AM

કોરોનાની બીજી લહેરએ ગભરાટ ફેલાવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સેવાની સુવિધા આપી રહી છે

Bank Holiday in June : બેન્કના કામનું કરી લો પ્લાનિંગ, જાણો જૂનમાં ક્યા દિવસે બેન્ક બંધ રહેશે
બેંકની ફાઈલ તસ્વીર

Follow us on

કોરોનાની બીજી લહેરએ ગભરાટ ફેલાવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સેવાની સુવિધા આપી રહી છે જેથી તેમને શાખામાં જવું ન પડે.બીજી તરફ લોકડાઉન જેવા પ્રતિબંધો પણ છે.

આ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે અને  તમારે બેંકમાં જવાની જરૂર ઉભી થઇ છે તો અમે આપને જણાવી દઈએ કે (Bank Holiday in June)બેંકો જૂનમાં 9 દિવસ માટે બંધ રહેશે. જોકે ગુજરાતમાં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય કોઈ તહેવારની રજા આવતી નથી. આ રજાઓની યાદી તપાસી તમે તમારા મહત્વપૂર્ણ કાર્યનું પ્લાનિંગ કરી શકો છો. તો ચાલો જાણીએ બેંકો જૂનમાં ક્યારે અને કેમ બંધ રહેશે!!!

રાજ્ય અનુસાર રજાઓ નક્કી કરવામાં આવે છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા Bank Holidays List જારી કરવામાં આવે છે. આમાં રાજ્ય મુજબ બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. RBI દ્વારા જારી કરવામાં આવેલી રજાઓ મુજબ જૂન મહિનામાં બેંકો સાપ્તાહિક રજાઓ અને રજાઓ સહિત કુલ 9 દિવસ બંધ રહેશે. આ વખતે જૂન મહિનામાં કોઈ મોટો તહેવાર નથી તેથી સાપ્તાહિક રજા સિવાય ફક્ત 3 સ્થાનિક તહેવારો છે જે ગુજરાતમાં લાગુ પડતા નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કરો એક નજર Bank Holidays List ઉપર
6 જૂન – રવિવાર
12 જૂન – બીજો શનિવાર
13 જૂન – રવિવાર
જૂન 15 – મિથુન સંક્રાંતિ અને રાજ ઉત્સવ (ઇઝવાલ-મિઝોરમ, ભુવનેશ્વરમાં બેંકો બંધ રહેશે)
20 જૂન – રવિવાર
25 જૂન – ગુરુ હરગોવિંદજીની જયંતિ (જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે)
26 જૂન – બીજો શનિવાર
27 જૂન – રવિવાર
30 જૂન – રિમના (બેન્કો ફક્ત ઇઝવાલમાં બંધ રહેશે)

Published On - 9:01 am, Wed, 26 May 21

Next Article