Ban on Flash Sale: ભ્રામક ઓફરોવાળી ફ્લેશ સેલ પર પ્રતિબંધ લાગશે, જાણો સરકારની શું છે તૈયારી

|

Jun 22, 2021 | 7:45 AM

Ban on Flash Sale: સરકારે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ભાર છૂટના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી ઉપર લગામ લગાવવા મહત્વનું પગલું ભર્યું છે. આ કંપનીઓના DPIIT માં રજીસ્ટ્રેશનનો પ્રસ્તાવ રાખતા ઉપભોક્તા સંરક્ષણ (ઈ - કોમર્સ) નિયમ 2020 માં ફેરફાર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

Ban on Flash Sale: ભ્રામક ઓફરોવાળી ફ્લેશ સેલ પર પ્રતિબંધ લાગશે, જાણો સરકારની શું છે તૈયારી
Online Shopping

Follow us on

Ban on Flash Sale: સરકારે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી ઉપર લગામ લગાવવા મહત્વનું પગલું ભર્યું છે. આ કંપનીઓના DPIIT માં રજીસ્ટ્રેશનનો પ્રસ્તાવ રાખતા ઉપભોક્તા સંરક્ષણ (ઈ – કોમર્સ) નિયમ 2020 માં ફેરફાર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઉપરાંત ઇન્ટરનેટ સર્ચ રિઝલ્ટમાં હેરાફેરી કરી યુઝર્સને ગુમરાહ કરવા પર પ્રતિબંધ સાથે ફરિયાદ અધિકારીની નિયુક્તિ સહિતના સંશોધનો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

સૂચિત સુધારામાં ઈ કોમર્સ કંપનીઓને કોઈ પણ કાયદા હેઠળ ગુનાઓની રોકથામ, તપાસ અને કાર્યવાહી માટે સરકારી એજન્સી પાસેથી આદેશ મળ્યાના 72 કલાકની અંદર માહિતી પૂરી પાડવાની જરૂર રહેશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ, 2020 ને ગયા વર્ષે જુલાઇમાં પ્રથમ સૂચિત કરાયું હતું. આના ઉલ્લંઘન મામલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

તમે પણ તમારા સૂચન મોકલી શકો છો
Department for Promotion of Industry and Internal Trade – DPIIT માં ઇ-કોમર્સ કંપનીઓની નોંધણી ફરજીયાત કરવાની પણ સરકાર વિચારણા કરી રહી છે. “ગ્રાહક બાબતોના મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ,” 6 જુલાઈ સુધીમાં સૂચિત સુધારા અંગેના મત / ટિપ્પણીઓ / સૂચનો  js-ca@nic.in ને ઇમેઇલ દ્વારા મોકલી શકાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Flash Sale પર પ્રતિબંધ લાગી શકે છે
એક નિવેદનમાં સરકારે કહ્યું કે તેને ઈ-કોમર્સમાં વ્યાપક છેતરપિંડી અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે ગુસ્સે થયેલા ગ્રાહકો, વેપારીઓ અને સંગઠનો તરફથી ફરિયાદોની અનેક રજૂઆતો મળી છે. જોકે મંત્રાલયે કહ્યું હતું કે પરંપરાગત રીતે કરવામાં આવતા ઇ-કોમર્સ ડિસ્કાઉન્ટ વેચાણ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ગ્રાહકોને કેપ્ચર કરવા માટે કરતાફ્લેશ સેલ કિંમતોમાં વધારો કરે છે અને તમામ માટે સમાન તક પ્લેટફોર્મને ઉપલબ્ધ કરવાથી રોકે છે. આવા વેચાણની મંજૂરી રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઈ-કોમર્સ કંપનીઓ કંપની એક્ટ, ભારતીય ભાગીદારી અધિનિયમ અથવા મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ છે પરંતુ અલગથી ડીપીઆઇઆઇટી માં રજીસ્ટર નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર સૂચિત સુધારા ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં પારદર્શિતા લાવવા અને નિયમનકારી શાસનને વધુ મજબૂત કરવાનો તેમનો હેતુ છે.

Published On - 7:44 am, Tue, 22 June 21

Next Article