એક્સિસ બેંકે(Axis Bank) વિવિધ પ્રકારના બચત ખાતાઓમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ વધારવાની જાહેરાત કરી છે. આ સિવાય ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 2 લાખ રૂપિયાથી ઘટાડીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી સિસ્ટમ 1 એપ્રિલ 2022થી અમલમાં આવી છે. મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ખાતાઓ માટે મિનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવણી મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફાર ફક્ત તે ગ્રાહકોને જ લાગુ થશે જેમને 10,000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી હતું. બચત ખાતા ધારકોને તેમના બેંક ખાતામાં મિનિમમ મંથલી બેલેન્સ જાળવવું જરૂરી હોય છે અને મોટાભાગની બેંકો આ બેલેન્સ જાળવી ન રાખવા બદલ દંડ વસૂલે છે.
એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર મેટ્રો અને શહેરી સ્થળોએ સરળ બચત અને સમકક્ષ યોજનાઓ માટે લઘુત્તમ એકાઉન્ટ બેલેન્સ મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. ઘરેલું અને NRI ખાતાઓ માટે લઘુત્તમ ખાતાના બેલેન્સમાં ફેરફાર લાગુ પડે છે.
જરૂરી રકમમાં પ્રત્યેક રૂ. 100ના તફાવત માટે શહેરી ગ્રાહકો માટે રૂ. 75ના ન્યૂનતમ ચાર્જ સાથે રૂ. 5 વત્તા રૂ. 75 અથવા રૂ. 500 બેમાંથી જે ઓછું હોય તે માસિક સર્વિસ ચાર્જ (MSF) વસુલવામાં આવશે.
સરળ બચત અને સમાન ખાતાઓ માટે માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા રૂ. 2 લાખથી ઘટાડીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. અગાઉ માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા અગાઉ ચાર વ્યવહારો અથવા રૂ. 2 લાખ હતી જે હવે માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદાને ઘટાડીને પ્રથમ ચાર વ્યવહારો અથવા રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. બેંકે નોન-હોમ અને થર્ડ પાર્ટી કેશ લિમિટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
PNBએ ચેક પેમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. PNB 4 એપ્રિલ, 2022 થી પોઝિટિવ પે સિસ્ટમ (PPS) લાગુ કરવા જઈ રહ્યું છે. ચેક ચૂકવતા પહેલા ગ્રાહકોએ વેરિફિકેશન કરવું પડશે. ચકાસણી ન થવાના કિસ્સામાં, બેંક હવે ચેક પરત કરશે. ફ્રોડના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને બેંકે આ નિર્ણય લીધો છે.