ઓનલાઈન મંગાવ્યા સફરજન અને આવી ગયો iPhone, જાણો કઈ રીતે થયો આ ચમત્કાર

|

May 07, 2021 | 5:42 PM

ઇંગ્લેન્ડમાં રહેતા નિક જેમ્સ નામના વ્યક્તિએ સ્થાનિક સુપરમાર્કેટ Tesco થી સફરજન મંગાવ્યા હતા. પરંતુ જ્યારે તેને ઓર્ડર મળ્યો અને તે ખોલતાંની સાથે સફરજનને બદલે આઇફોન જોવા મળ્યો.

ઓનલાઈન મંગાવ્યા સફરજન અને આવી ગયો iPhone, જાણો કઈ રીતે થયો આ ચમત્કાર
Photo - Twitter

Follow us on

આ વિશ્વ અજીબોગરીબ છે. ઘણી વાર આપણી સાથે કંઈક એવું થાય છે, જેના પર આપણે ખુદ વુશ્વાસ કરી શકતા નથી, તો પછી એ ઘટના પર દુનિયા કેવી રીતે વિશ્વાસ કરી શકે. અત્યાર સુધી ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં ઓનલાઈન કંઇક મંગાવ્યું હોય અને પત્થર આવ્યા હોય. ઘણી વાર તો એવું પણ સાંભળવા મળ્યું છે કે આઈફોનના બદલામાં સફરજન આવી ગયા હોય. પરંતુ ઇંગ્લેંડમાં એક સાવ જુદી જ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ ફોનનો ઓર્ડર આપ્યા વિના મોંઘો ફોન આપવામાં આવ્યો છે. આ અજીબોગરીબ કેસ વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

સફરજનની જગ્યાએ આઇફોન મળ્યો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઇંગ્લેન્ડમાં રહેતા નિક જેમ્સ (Nick James) નામના વ્યક્તિએ સ્થાનિક સુપરમાર્કેટ Tesco થી સફરજન મંગાવ્યા હતા. પરંતુ જ્યારે તેને ઓર્ડર મળ્યો અને તે ખોલતાંની સાથે સફરજનને બદલે આઇફોન જોવા મળ્યો. આ જોઇને નિક સંપૂર્ણપણે આઘાત પામ્યો. આમાં નિક અને કંપની બંનેમાંથી કોઈનો દોષ નહોતો. નિક જેમ્સે ટ્વિટ કરીને કંપનીને આ ઘટના વિશે માહિતી આપી અને ફોન આપવા બદલ કંપનીનો આભાર માન્યો.

કંપનીએ પ્રમોશન ચલાવ્યું હતું

ખરેખર, કંપનીએ ‘સુપર સબસ્ટિટ્યુટ પ્રમોશન’ (Super Substitute Promotion) ચલાવ્યું હતું. આ અંતર્ગત સામાન મંગાવનારા કેટલાક લોકોને કંપની દ્વારા મોંઘા મોબાઈલ ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આવા નસીબદાર લોકોમાં નિક જેમ્સ પણ હતો. ગિફ્ટ તરીકે નિક જેમ્સને iPhone SE મળ્યો હતો જે ફોનની કિંમત આશરે 29 હજાર રૂપિયાથી વધુ છે.

 

આ પણ વાંચો: આ રાજ્યમાં આયુષ્માન કાર્ડ હેઠળ કોરોનાની સારવાર ફ્રી, રેમડેસિવિર અને ઓક્સિજનના પણ નહીં ચૂકવવા પડે પૈસા

આ પણ વાંચો: AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું

Next Article