અનંત અંબાણી આ બાબતો માટે છે ખૂબ જ પ્રખ્યાત, શું તમને ખબર છે એ બાબતો?

અનંત અંબાણીની અંદાજિત નેટવર્થ લગભગ 3.3 લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અનંત અંબાણી બીજી કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે તે વિશે જાણી લઈએ.

અનંત અંબાણી આ બાબતો માટે છે ખૂબ જ પ્રખ્યાત, શું તમને ખબર છે એ બાબતો?
| Updated on: Apr 27, 2025 | 9:06 PM

એશિયાના ધનિક પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માત્ર તેમની સંપત્તિ અને બિઝનેસને લઈને ફેમસ છે. જો કે, આ સિવાય અનંત અંબાણી તેમની લકઝરિયસ લાઇફસ્ટાઇલ, મોંઘી ગિફ્ટ્સ, શાનદાર ઘડિયાળો અને ‘વંતારા’ જેવી સામાજિક પહેલ માટે પણ જાણીતા છે.

અનંત અંબાણીના લગ્ન અને લગ્ન પહેલાની વાતો ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ચર્ચાનો વિષય બની હતી. સૂત્રો મુજબ, અનંત અંબાણીની અંદાજિત નેટવર્થ લગભગ 3.3 લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અનંત અંબાણી બીજી કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે તે વિશે જાણી લઈએ.

સૌથી મોંઘી પ્રી-વેડિંગ:

અનંત અંબાણીના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ચર્ચાનો વિષય બની હતી. આ લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો અને વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લાઈવ પરફોર્મન્સ માટે રિહાન્નાને આમંત્રિત કરવામાં આવી હતી અને એ માટે તેને 74 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. અનંત અને રાધિકાના લગ્નમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો, જેમાંથી 1,200 કરોડ રૂપિયા તો પ્રી-વેડિંગમાં જ ખર્ચ થયા હતા.

બિઝનેસની જવાબદારી:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અનંત અંબાણી ગ્રીન એનર્જીનું નેતૃત્વ કરે છે. તેમનું લક્ષ્ય 2035 સુધીમાં કંપનીને ‘નેટ કાર્બન ઝીરો’ બનાવવાનું છે. આ ઉપરાંત, તેઓ જિઓ પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે, જેના કારણે કંપનીના વિકાસમાં તેમનું યોગદાન સતત વધી રહ્યું છે.

સેલેરી અને ઇનકમ સોર્સ:

અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી વાર્ષિક 4.2 કરોડ રૂપિયાનો પગાર મળે છે. અનંત અંબાણીની આવકનો મોટો ભાગ ડિવિડન્ડ અને રોકાણોમાંથી આવે છે, જે તેમની સંપત્તિને સતત મજબૂત બનાવે છે.

સૌથી મોંઘી ગિફ્ટ:

અનંત અંબાણીના લગ્ન પ્રસંગે શાહરૂખ ખાને તેમને ફ્રાન્સનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યો હતો, જેની કિંમત 40 કરોડ રૂપિયા છે. પિતા મુકેશ અંબાણીએ અનંત અંબાણીને દુબઈના પામ જુમેરાહમાં 640 કરોડ રૂપિયાનો વિલા પણ ભેટમાં આપ્યો. જેમાં 10 બેડરૂમ, ખાનગી સ્પા, ઇન્ડોર અને આઉટડોર પૂલ અને 70-મીટર લાંબો પ્રાઇવેટ બીચ શામેલ છે.

વંતારા વન્યજીવ પુનર્વાસ:

માર્ચ 2025માં અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં વંતારા વન્યજીવ પુનર્વાસ અને બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. 3,000 એકરમાં ફેલાયેલું આ કેન્દ્ર 43 પ્રજાતિઓના 2,000 થી વધુ પ્રાણીઓનું ઘર છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

કરોડોની ઘડિયાળો:

અનંત અંબાણીને મોંઘી ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે કરોડોની ઘડિયાળો છે. રિચાર્ડ મિલેથી લઈને પાટેક ફિલિપ સુધી તેમની પાસે ઘણી લક્ઝરી અને ડિઝાઇનર લિમિટેડ એડિશન ઘડિયાળો છે. તેમની પાસે Patek Philippe Grandmaster Chime ઘડિયાળ છે. જેની કિંમત 18 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવાર વિશે વધુ માહિતી મેળવવા અહી ક્લિક કરો