કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પૂરી ન કરી હોય તો પણ ગ્રેચ્યુઈટીનો હકદાર છે, જાણો શું છે નિયમ

|

Apr 16, 2024 | 9:41 AM

સામાન્ય રીતે, નિવૃત્તિ પર કર્મચારીને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે. પરંતુ, જો કોઈ વ્યક્તિ એક કંપનીમાં નોકરી છોડીને વધુ સારા પેકેજ માટે બીજી કંપનીમાં જોડાય છે, તો ગ્રેચ્યુઈટી ચુકવણી માટે અમુક શરતો લાગુ પડે છે. આ મુજબ, તે કંપનીમાં 5 વર્ષ પૂરા કર્યા પછી જ ગ્રેચ્યુટીનો હકદાર બનશે. પરંતુ, ગ્રેચ્યુઈટી પેમેન્ટ એક્ટના એક નિયમ મુજબ, જો કોઈ કર્મચારીની સેવા 5 વર્ષથી ઓછી હોય તો પણ તે ગ્રેચ્યુઈટી માટે હકદાર છે.

કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પૂરી ન કરી હોય તો પણ ગ્રેચ્યુઈટીનો હકદાર છે, જાણો શું છે નિયમ
gratuity

Follow us on

કર્મચારીને નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી(Gratuity) તરીકે મોટું ફંડ મળે છે. જો કોઈ ખાનગી કર્મચારી કોઈપણ કારણોસર નોકરીમાંથી રાજીનામું આપે તો પણ તેને ગ્રેચ્યુઈટી ચૂકવવામાં આવે છે. શરત એ છે કે તેણે તે કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષની નોકરી પૂર્ણ કરી હોય.

ગ્રેચ્યુઈટી સંબંધિત જોગવાઈઓ ગ્રેચ્યુઈટી એક્ટ 1972માં સામેલ છે. આ કાયદા અનુસાર, જો કોઈ કર્મચારી કંપનીમાં 5 વર્ષ પૂરા કર્યા પહેલા નોકરી છોડી દે તો પણ તે ગ્રેચ્યુઈટીનો હકદાર છે. મોટાભાગના લોકો આ વિશે જાણતા નથી. ચાલો નિયમો અને શરતો વિશે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ.

5 વર્ષથી ઓછી નોકરી પર પણ ગ્રેચ્યુઈટી

ગ્રેચ્યુઈટી એક્ટમાં એવી જોગવાઈ છે જે હેઠળ જો કોઈ કર્મચારી કોઈ કંપનીમાં 5 વર્ષથી ઓછા સમય માટે નોકરી છોડી દે તો તે ગ્રેચ્યુઈટીનો દાવો કરી શકે છે. આ વાત આપણે ઉદાહરણની મદદથી સમજી શકીએ છીએ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ધારો કે કોઈ કર્મચારી વધુ સારા પગાર માટે નવી કંપનીમાં જોડાવા માગે છે. જ્યારે તે નવી નોકરીમાં જોડાવા માટે રાજીનામું આપે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેને ગ્રેચ્યુઇટીના પૈસા નહીં મળે કારણ કે નોકરી 5 વર્ષથી પૂર્ણ થઈ નથી. આવી સ્થિતિમાં કર્મચારીને ગ્રેચ્યુઈટી એક્ટની જોગવાઈથી રાહત મળી શકે છે.

ગ્રેચ્યુઈટી ત્રણ બાબતો પર આધાર રાખે છે

ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ ગ્રેચ્યુઈટીની ચુકવણી ત્રણ બાબતો પર નિર્ભર છે. પ્રથમ, કર્મચારીએ ઓછામાં ઓછા 5 વર્ષની સેવા પૂર્ણ કરી હોય. બીજુ, જો કંપનીમાં અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનો નિયમ લાગુ થાય છે, તો તે 4 વર્ષ અને 190 દિવસનું કામ પૂર્ણ કર્યા પછી ગ્રેચ્યુઈટીનો હકદાર છે. ત્રીજું, જો કંપનીમાં અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનો નિયમ લાગુ હોય, તો તે 4 વર્ષ અને 240 દિવસનું કામ પૂર્ણ કર્યા પછી ગ્રેચ્યુઈટી માટે હકદાર છે.

ગ્રેચ્યુઈટી એક્ટની જોગવાઈઓ

મુંબઈની એક લો ફર્મના વકીલ આદિત્ય ચોપરાએ ગ્રેચ્યુઈટી એક્ટની કલમ 4(2) ના મુખ્ય મુદ્દાઓ સમજાવ્યા છે. તેમણે કહ્યું કે જો કોઈ કર્મચારી કંપનીમાં 4 વર્ષ અને 6 મહિનાની સેવા પૂર્ણ કરે છે તો તે ગ્રેચ્યુઈટી પેમેન્ટ માટે હકદાર છે. આ સિવાય કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં ગ્રેચ્યુટીની ચુકવણી માટે ન્યૂનતમ સમય પૂરો કરવાની શરત લાગુ પડતી નથી. જેમાં કર્મચારીનું મૃત્યુ, બીમારી કે અકસ્માતને કારણે અપંગતા વગેરેનો સમાવેશ થાય છે.

Next Article