જો તમે હજુ સુધી PAN ને તમારા Aadhaar સાથે લિંક(Aadhaar Card PAN linking) કર્યું નથી તો આવનારા દિવસોમાં તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આધાર (Aadhaar) નંબર અને PAN લિંક કરનારા જ અગત્યના ટ્રાંઝેશકશન કરી શકશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ રોકાણકારોને નિરંતર ટ્રાન્ઝેક્શન માટે 30 સપ્ટેમ્બર, 2021 પહેલા તેમના આધાર નંબરને PAN સાથે લિંક કરવાનું રિમાઇન્ડર આપ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ની સૂચના અનુસાર જો 30 સપ્ટેમ્બર સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કામ કરવાનું બંધ કરી દેશે. જો પાન નહીં હોય તો કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં.
સેબીએ સૂચના આપી
CBDT એ 13 ફેબ્રુઆરી 2020 ના રોજ જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે જો 1 જુલાઈ 2017 સુધી જારી કરાયેલ PAN ને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ નકામું થઈ જશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 પહેલા તમામ પાનકાર્ડને આધાર નંબર સાથે જોડવાની ખાતરી કરવા જણાવ્યું છે.
આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 139AA મુજબ માત્ર આસામ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને એનઆરઆઈ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જાણો કેવી રીતે PAN- આધાર લિંક કરવું?
>> સૌથી પહેલા તમારે https://www.incometax.gov.in/iec/foportal લિંક પર ક્લિક કરવાનું રહેશે.
>> જો તમે રજિસ્ટર્ડ નથી, તો પહેલા રજીસ્ટ્રેશન કરો. તમારું યુઝર આઈડી PAN હશે.
>> તમારા યુઝર આઈડીથી લોગીન કરો અને તમારી જન્મ તારીખ પાસવર્ડ હશે.
>> આ પછી એક વિન્ડો પોપઅપ થશે. જે જણાવશે કે તમારા PAN ને આધાર સાથે લિંક કરો. જો તે પોપ અપ ન થાય, તો પછી તમે મેનૂ બારની પ્રોફાઇલ સેટિંગ્સ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો.
>> અહીં તમારું નામ, જન્મ તારીખ, બધું તમારા PAN મુજબ હશે.
>> PAN ની માહિતી ચકાસો. જો કોઈ ભૂલ હોય તો તેને સુધાર્યા પછી તેને લિંક કરો, પરંતુ જો બધી માહિતી સાચી હોય તો Link Now બટન પર ક્લિક કરો.
>> આ પછી એક વિન્ડો પોપઅપ થશે જેમાં લખવામાં આવશે કે આધારને PAN સાથે લિંક કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા