Akshaya Tritiya 2021: લોકડાઉનમાં કઈ રીતે કરશો સોનાની ખરીદી? સમસ્યાનો હલ જાણવા વાંચો અહેવાલ

|

May 14, 2021 | 12:35 AM

કોરોના વાયરસની બીજી લહેરના કારણે ગુજરાત સહીત ભારતના ઘણા રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ છે. હાલના સમયમાં તહેવારો ઘરમાં જ ઉજવાઈ રહ્યા છે.

Akshaya Tritiya 2021: લોકડાઉનમાં કઈ રીતે કરશો સોનાની ખરીદી? સમસ્યાનો હલ જાણવા વાંચો અહેવાલ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોના વાયરસની બીજી લહેરના કારણે ગુજરાત સહીત ભારતના ઘણા રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ છે. હાલના સમયમાં તહેવારો ઘરમાં જ ઉજવાઈ રહ્યા છે. આજે શુબ પર્વ તરીકે ઓળખાતા અક્ષય તૃતીયના તહેવારની પણ આજ સ્થિતિ છે. આજના દિવસે લગ્ન પ્રસંગ અને સોનાની ખરીદી ઉપર તડાકો બોલતો હોય છે પણ આજે બજાર સુમસામ ભાસે છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવી શુભ ગણાય છે. આ દિવસે લોકો સોનાના ઘરેણાં અને સોનાના બિસ્કીટ ખરીદે છે. માન્યતા છે કે અક્ષય તૃતીયના દિવસે સોનુ ખરીદવાથી ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીમીનો આશીર્વાદ બન્યો રહે છે અને ઘરમાં ધન-ધાન્ય અને બરકત બની રહે છે.

લૉકડાઉનમાં અક્ષય તૃતીયાના દિવસે સોનુ કેવી રીતે ખરીદવુ અને માતા લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવવી તે મુંઝવણ ઉભી થઈ છે? અમે તમને સમસ્યાનો હલ સૂચવી રહયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓનલાઇન ખરીદી શકાય
ઓનલાઇન સોનું ખરીદવાના ઘણા વિકલ્પો છે. આમાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF), ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ (Gold mutual funds), સોવરિન સોનાના બોન્ડ્સ (SGB) શામેલ છે. GOLD ETF અને GOLD MUTUAL FUND માં ખાસ ફર્ક નથી પરંતુ તેમાં કેટલીક બાબતો બંને ને અલગ પાડે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ્સ દ્વારા સોનામાં રોકાણ 8 વર્ષ પછી મેચ્યોર થાય છે.

જાણો શું છે તફાવત ?
Gold ETFs એ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સમાન છે જેનું લક્ષ્ય સ્થાનિક સોનાના ભાવને ટ્રેક કરવાનું છે. Gold ETFs યુનિટ 1 ગ્રામ સોના બરાબર છે અને તેની શુદ્ધતા 99.5 ટકા છે. Gold ETFs ફિઝિકલ ગોલ્ડ અથવા ગોલ્ડ માઇનિંગ / રિફાઇનિંગ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. બીજી તરફ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ(Gold mutual fund) ફંડઓફ ફંડ સ્ટ્રક્ચર પર કામ કરે છે જે મુખ્યત્વે અન્ડરલાઇન એસેટ તરીકે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. આમ તે ઇટીએફનો પોર્ટફોલિયો યોજના માટેનો એક અન્ડરલાઇનિંગ એસેટ બની જાય છે.

GOLD ETF Vs GOLD MUTUAL FUND 
>> ગોલ્ડ ઇટીએફ કરતાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સરળ છે. તમે સીધા ઓનલાઇન મોડ દ્વારા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. બીજી તરફ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું આવશ્યક છે.
>> ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને SIP દ્વારા રોકાણ કરવાની મંજૂરી આપે છે પરંતુ ગોલ્ડ ઇટીએફ સાથે આ સુવિધા ઉપલબ્ધ નથી.
>> ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે હપ્તાથી સોનું ખરીદી શકો છો અને તેનું મૂલ્ય NAVમાં પ્રદર્શિત થાય છે. તમે તેમાં 500 રૂપિયાથી પ્રારંભ કરી શકો છો. જ્યારે ગોલ્ડ ઇટીએફ સામાન્ય રીતે ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાના રોકાણની મંજૂરી આપે છે.

જવેલર્સ બુકીંગ લઈ ડિલિવરી આપશે
શુભ ખરીદીની માન્યતા સાથે ઘણા લોકો આજના દિવસે અચૂક સોનાની ખરીદી કરી છે પરંતુ કોરોના લોકડાઉનનું ગ્રહણ છે.સમસ્યાના હલ માટે કેટલાક જવેલર્સ બુકીંગ લઈ સોનુ ગ્રાહક સુધી પહોંચાડશે. જવેલર્સ મયુર ચોક્સીએ જણવ્યું હતું કે ગ્રાહકો પાસે બુકીંગ લઈ ડોર સ્ટેપ ડીલીવરીની વ્યવસ્થા પણ અપાઈ રહી છે.

Next Article