ટૂંક સમયમાં ઉડાન ભરશે રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર, DGCA પાસેથી મળી મંજૂરી

|

Jul 08, 2022 | 7:34 AM

તમને જણાવી દઈએ કે અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર અથવા ULCC હેઠળ આવતી એરલાઇન ઓછા ભાડાના બિઝનેસ મોડલ પર કામ કરે છે. લો કોસ્ટ કેરીયર અને ફુલ સર્વિસ કેરીયરની તુલનામાં અલ્ટ્રા લો કોસ્ટ કેરિયરની યુનિટ કોસ્ટ અને કમાણી ઓછી હોય છે. અકાસા એર (Akasa Air) આ શ્રેણીમાં આવે છે.

ટૂંક સમયમાં ઉડાન ભરશે રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર, DGCA પાસેથી મળી મંજૂરી
Akasa Air Updates

Follow us on

અકાસા એરને (Akasa Air) ડીજીસીએ તરફથી એરલાઇનનું લાઇસન્સ મળી ગયું છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે એરલાઇન કામગીરી શરૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાની (Rakesh Jhunjhunwala) એરલાઈન માટે પહેલો રૂટ ડોમેસ્ટિક હશે. એરલાઇનની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flight) માટેની પણ યોજના છે, જો કે, તે 2023 ના બીજા ભાગમાં શરૂ કરવામાં આવશે. વિનય દુબે એવિએશન સેક્ટરનું મોટું નામ છે. તેમણે તેમની કારકિર્દીમાં ડેલ્ટા એરલાઇન્સ અને જેટ એરવેઝ જેવી એરલાઇન કંપનીઓનું સંચાલન કર્યું છે.

કંપની સસ્તી ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે

Akasa Air દેશમાં ખૂબ જ ઓછી કિંમતની (અલ્ટ્રા લો કોસ્ટ) ફ્લાઇટ સેવા શરૂ કરવાનો દાવો કરી રહી છે. ભારતના ઉડ્ડયન બજારમાં સખત સ્પર્ધા છે, જેમાં ઘણી નાની અને મોટી કંપનીઓ તેમની સેવા પૂરી પાડી રહી છે. અકાસા પણ તેમાંથી એક હશે. હાલમાં, ભારતીય ઉડ્ડયન બજારમાં ઈન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડની ઈન્ડિગો એરલાઈનનું વર્ચસ્વ છે.

તમને જણાવી દઈએ કે અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર અથવા ULCC હેઠળ આવતી એરલાઇન ઓછા ભાડાના બિઝનેસ મોડલ પર કામ કરે છે. લો કોસ્ટ કેરીયર અને ફુલ સર્વિસ કેરીયરની તુલનામાં અલ્ટ્રા લો કોસ્ટ કેરિયરની યુનિટ કોસ્ટ અને કમાણી ઓછી હોય છે. અકાસા એર આ શ્રેણીમાં આવે છે. અકાસા એર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, એરલાઈને બ્રાન્ડિંગ માટે સનરાઈઝ ઓરેન્જ અને પેશનેટ પર્પલ રંગો પસંદ કર્યા છે, જે હૂંફ અને ઉર્જા દર્શાવે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એક વર્ષમાં 18 એરક્રાફ્ટ સામેલ કરવામાં આવશે

આ એરલાઈને 72 બોઈંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો હતો. તેની કિંમત લગભગ 9 અબજ ડોલર છે. Akasa Air એ બે બોઇંગ મોડલનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય એરલાઇન આગામી પાંચ વર્ષમાં 72 એરક્રાફ્ટનો કાફલો બનાવવાની યોજના ધરાવે છે. તે ઓપરેશનની શરૂઆતના પ્રથમ 12 મહિનામાં 18 એરક્રાફ્ટનો કાફલો બનાવવાની યોજના ધરાવે છે. અને તે પછી દર વર્ષે એરલાઇન 12-14 એરક્રાફ્ટ ઉમેરશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, અકાસા એરએ તેના ક્રૂના પોશાકને જાહેર કર્યો હતો. એરલાઈને કહ્યું હતું કે કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ રજૂ કરનાર તે પ્રથમ ભારતીય એરલાઈન છે. તેમના કપડાં ખાસ રીતે અકાસા એર માટે બનાવવામાં આવ્યા છે. આ કપડાં દરિયાઈ કચરામાંથી કાઢવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે ડ્રેસ ડિઝાઇન કરતી વખતે સુંદરતાની સાથે સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Next Article