એર ઈન્ડિયા ખરીદશે Airbus A350 એરક્રાફ્ટ, પાઈલટ્સની ટ્રેનિંગની તૈયારી શરૂ, માર્ચ 2023 સુધીમાં કાફલામાં થઈ શકે છે સામેલ

|

Jun 16, 2022 | 8:27 PM

એર ઈન્ડિયાએ એક સર્વે દ્વારા તેના પાઈલટ્સને પૂછ્યું છે કે શું તેઓ એરબસ A350 ઉડાવવાની તાલીમ લેવા ઈચ્છે છે કે નહીં. પાયલટએ 20 જૂન સુધીમાં જવાબ આપવાનો રહેશે.

એર ઈન્ડિયા ખરીદશે Airbus A350 એરક્રાફ્ટ, પાઈલટ્સની ટ્રેનિંગની તૈયારી શરૂ, માર્ચ 2023 સુધીમાં કાફલામાં થઈ શકે છે સામેલ
Air India (Symbolic Image)

Follow us on

ટાટા ગ્રુપમાં ગયા બાદ હવે એર ઈન્ડિયા (Air India) તેના કાફલામાં મોટા અને લાંબી રેન્જના એરક્રાફ્ટનો સમાવેશ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર ઈન્ડિયાએ એક સર્વે દ્વારા તેના પાઈલટ્સને પૂછ્યું છે કે શું તેઓ એરબસ A350 ઉડાવવાની તાલીમ લેવા ઈચ્છે છે કે નહીં. જેના કારણે એર ઈન્ડિયા ટૂંક સમયમાં એરબસ (Airbus) A350 એરક્રાફ્ટને તેના કાફલામાં સામેલ કરવા જઈ રહી છે તેવી શક્યતા ઉભી થઈ છે. એર ઈન્ડિયાએ તમામ પાઈલટ્સ અને વરિષ્ઠ કોકપિટ ક્રૂને મોકલેલા પત્રમાં પૂછ્યું છે કે શું તેઓ તાલીમ લેવા ઈચ્છે છે. પત્ર અનુસાર, પાઇલટ્સે 20 જૂન સુધીમાં તેના જવાબ આપવાના રહેશે. જો તેઓ પ્રશિક્ષણનો વિકલ્પ પસંદ કરે છે, તો તેઓ આગામી 2 વર્ષ સુધી અન્ય કોઈપણ પ્રકારના વિમાનની તાલીમ મેળવી શકશે નહીં.

આવતા વર્ષે માર્ચ સુધીમાં એરક્રાફ્ટ મળવાનું શરૂ થશે

સૂત્રોના આધારે પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઈન્ડિયાને તેનું પહેલું A350 એરક્રાફ્ટ માર્ચ 2023 સુધીમાં મળશે. જોકે એર ઈન્ડિયા આવા કેટલા એરક્રાફ્ટ ખરીદવા જઈ રહી છે તે નક્કી નથી. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર અનુસાર એર ઈન્ડિયા લગભગ 20 એરક્રાફ્ટ ખરીદી શકે છે. જો એર ઈન્ડિયા આ સોદો કરે છે, તો 2006 પછી આ પ્રથમ વખત હશે જ્યારે એરલાઈન નવા એરક્રાફ્ટ ખરીદશે.

આ સાથે, આ ડીલ એરબસ માટે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મોટા જહાજો લાવવાની તક બની શકે છે. એરબસે ભારતમાં નાના જેટ વેચવામાં ઘણી સફળતા મેળવી છે. ઈન્ડિગો, વિસ્તારા, એરએશિયા એરબસના નેરોબોડી પ્લેનનો વધુ ઉપયોગ કરી રહી છે. સૂત્રના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયા આ મોટા વિમાનોનો ઉપયોગ યુએસ રૂટ પર કરશે. હાલમાં એર ઈન્ડિયા 153 એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે. તેમાં બોઇંગ દ્વારા બનાવેલા 49 મોટા એરક્રાફ્ટ (વાઇડબોડી પ્લેન) અને એરબસ દ્વારા બનાવેલા 79 નેરોબોડી પ્લેનનો સમાવેશ થાય છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

શું છે A350ની વિશેષતા

એરબસ A350 એ લાંબા અંતર સુધી ઉડવા માટે સક્ષમ વાઈડ બોડી પ્લેન છે. એવિએશન સેક્ટરમાં, વાઈડ બોડી પ્લેનને તે પ્લેન કહેવામાં આવે છે, જે કદમાં મોટા હોય છે, જેમાં સીટોની વચ્ચે અવર જવર માટે એક કરતા વધુ રસ્તાઓ આપવામાં આવે છે. એટલે કે, વિન્ડોની સાથે 2 અથવા 3 બેઠકોની પંક્તિ સાથે, પ્લેનની મધ્યમાં પણ 2 અથવા 3 બેઠકોની પંક્તિઓ હોય છે. બીજી બાજુ, ન્યુરોબોડીમાં, બંને બાજુની બેઠકો વચ્ચે અવરજવરનો એક જ રસ્તો હોય છે. એટલે કે, A-350 સાથે, વધુ મુસાફરોને લાંબા અંતર સુધી લઈ જઈ શકાય છે. A350 આધુનિક એરક્રાફ્ટ છે અને તેનો ટ્રેક રેકોર્ડ પણ ઉત્તમ છે. દુનિયાભરની મોટી એરલાઈન્સ આ પ્લેનનો ઉપયોગ કરી રહી છે. સિંગાપોર એરલાઇન્સ, કતાર એરવેઝ, કેથે પેસિફિક, ડેલ્ટા એરલાઇન્સ અને લુફ્થાન્સા જેવા મોટા નામો 20 કે તેથી વધુ A350નો ઉપયોગ કરી રહ્યા છે.

Next Article