Air India ‘મહારાજા’ ને કહેશે ‘ટાટા’ ? જાણો રિટાયરમેન્ટનું શું છે કારણ

|

Dec 02, 2022 | 4:12 PM

Air India ના 'મહારાજા' ટૂંક સમયમાં કંપની છોડી શકે છે. ટાટા ગ્રુપ કંપનીના આ લોગોને 'ટાટા' કહી શકે છે. એર ઈન્ડિયાનો 'મહારાજા' લોગો 1946માં કંપનીના કોમર્શિયલ ડિરેક્ટર બોબી કુકા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આવો જાણીએ તેની પાછળનું કારણ...

Air India મહારાજા ને કહેશે ટાટા ? જાણો રિટાયરમેન્ટનું શું છે કારણ
Air Indias Maharaja

Follow us on

એર ઇન્ડિયાના ‘Maharajah’ હવે 76 વર્ષના થઇ ગયા છે. 1946 ના વર્ષથી એર ઇન્ડિયામાં ઓળખ બનેલા મહારાજાને હવે ટાટા ગ્રુપ રિટાયરમેન્ટ પર જઇ શકે છે, અને આનું કારણ પણ ખાસ છે. એર ઇન્ડિયાનો ‘મહારાજા’ લોગો કંપનીના કમર્શિયલ ડાયરેક્ટર રહેલા બોબી કૂકાએ ડિઝાઇન કર્યો છે. તાજેતરમાં ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સે એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત કરી છે. હવે એવા અહેવાલ છે કે ટાટા જૂથે એર ઈન્ડિયાના રિ-બ્રાન્ડિંગ માટે લંડન સ્થિત બ્રાન્ડ અને ડિઝાઈન કન્સલ્ટન્સી કંપની ‘ફ્યુચરબ્રાન્ડ્સ’ સાથે જોડાણ કર્યું છે.

અમેરિકન એરલાઇન્સ રિ-બ્રાન્ડિંગ અનુભવ

ફ્યુચરબ્રાન્ડ્સને અમેરિકન એરલાઇન્સ, 2012 લંડન ઓલિમ્પિક્સ અને બેન્ટલી જેવી કાર કંપનીઓને રિબ્રાન્ડ કરવાનો અનુભવ છે. હવે આ કંપની એર ઈન્ડિયાની ઓળખને નવીકરણ કરવા માટે એક વ્યૂહરચના બનાવશે, જેથી બદલાતા સમય સાથે એર ઈન્ડિયાને વિશ્વની ફેવરિટ એરલાઈન્સ બનાવી શકાય.

‘મહારાજા’ છોડવાનું કારણ

આ સંબંધમાં જાણકાર વ્યક્તિને ટાંકીને, પ્રમુખ મીડિયાએ એક અહેવાલ આપ્યો છે કે એર ઈન્ડિયાના રિ-બ્રાન્ડિંગમાં ‘મહારાજા’ લોગોને દૂર કરવાની વાત થઈ રહી છે, કારણ કે આ લોગો હવે ઘણો જૂનો થઈ ગયો છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

કંપની જ્યાંથી પોતાની સર્વિસ શરૂ કરી રહી છે તે નવા સ્થળો પર પણ આ લોગોનો ઉપયોગ નથી કરી રહી. જોકે, ‘મહારાજા’ની વિદાય અંગે કંપનીએ હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.

નવા યુગમાં નવી ઓળખની જરૂર છે

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ કંપનીના રિપોર્ટ પર પ્રથમ જૂથમાં અનેક રાઉન્ડની બેઠકો યોજવામાં આવશે. ત્યારબાદ આના પરના ખર્ચનું આકલન કરવામાં આવશે. તે જોવાનું રહે છે કે શું આ એરલાઇન્સને તે સ્થાન આપશે કે નહીં, જે ટાટા જૂથ દ્વારા અંદાજવામાં આવે છે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

જો કે, કંપની સ્પષ્ટપણે માને છે કે તેને આધુનિક વિશ્વમાં નવા બ્રાન્ડિંગની જરૂર છે, કારણ કે તેણે વિશ્વની અમીરાત અને સિંગાપોર એરલાઇન્સ જેવી એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવાની છે. આ સમગ્ર સમાચાર પર એર ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ટાટા જૂથ એર ઈન્ડિયાના બ્રાન્ડિંગને લઈને ખૂબ જ ગંભીર છે. તેણે MakeMyTripમાંથી સુનીલ સુરેશને હાયર કર્યા છે, જે કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર છે. તે જ સમયે, કંપની કોલિન ન્યુબ્રોનરને પણ લાવી છે, જેણે અગાઉ સિંગાપોર એરલાઇન્સ અને જેટ એરવેઝની બ્રાન્ડિંગ પર કામ કર્યું છે.

Next Article