એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

|

Dec 12, 2019 | 3:08 PM

નાણાંના સંકટના કારણે એર ઈન્ડિયાને વેચવાની તૈયારી સરકારે કરી લીધી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું વેચાણ કરશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં મંત્રાલયની વહેંચણી, જાણો કોને મળ્યા કયા ખાતા હરદીપ સિંહ […]

એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

Follow us on

નાણાંના સંકટના કારણે એર ઈન્ડિયાને વેચવાની તૈયારી સરકારે કરી લીધી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું વેચાણ કરશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં મંત્રાલયની વહેંચણી, જાણો કોને મળ્યા કયા ખાતા

હરદીપ સિંહ પુરીએ આ પહેલા રાજ્યસભામાં કહ્યું કે, એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં થવાની સ્થિતિમાં તેને બંધ કરવી પડશે. સાથે કહ્યું હતું કે, કર્મચારીઓ માટે એક યોગ્ય ડીલ કરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરકારે આ કંપનીમાંથી પોતાની સંપૂર્ણ ભાગેદારી વેચવા માટે દસ્તાવેજ તૈયાર કરી રહ્યા છે. અને તેના વિનિવેશની પ્રક્રિયાને પૂરી કરવાનો સમય 31 માર્ચ સુધી નિર્ધારિત કર્યો છે. સૌ પ્રથમ મોદી સરકારે સરકારી કંપનીનો 76 ટકા ભાગ વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટને આમંત્રણ કર્યું હતું. પરંતુ બોલીની પહેલા જ એક પણ ખાનગી કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી નહોતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એર ઈન્ડિયાને વર્ષ 2018-19માં રૂપિયા 8 હજાર 400 કરોડનું નિકસાન થયું હતું. એર ઈન્ડિયા પહેલા જ નાણાની તંગીમાં ચાલી રહી હતી. ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ લોસના કારણે કંપનીને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એર ઈન્ડિયાને એક વર્ષમાં જેટલું નુકસાન થયું તેટલામાં એક નવી એર કંપની શરૂ કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article