Air India ના ખાનગીકરણ બાદ કર્મચારીઓ માટે PF નિયમોમાં થયો આ ફેરફાર, જાણો વિગતો

|

Jan 29, 2022 | 8:34 PM

એર ઈન્ડિયાના ખાનગીકરણ બાદ તેના કર્મચારીઓ માટેના પીએફ નિયમો બદલાઈ ગયા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ શનિવારે કહ્યું કે તેણે સામાજિક સુરક્ષા લાભો માટે એર ઈન્ડિયાનો સમાવેશ કર્યો છે.

Air India ના ખાનગીકરણ બાદ કર્મચારીઓ માટે PF નિયમોમાં થયો આ ફેરફાર, જાણો વિગતો
After the privatization of Air India, the PF rules for its employees have changed

Follow us on

એર ઈન્ડિયાના (Air India) ખાનગીકરણ (Privatization) બાદ તેના કર્મચારીઓ માટેના પીએફ નિયમો બદલાઈ ગયા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ શનિવારે કહ્યું કે તેણે સામાજિક સુરક્ષા લાભો માટે એર ઈન્ડિયાનો સમાવેશ કર્યો છે. ઈપીએફઓએ કહ્યું કે અત્યાર સુધીમાં તેને 7,453 કર્મચારીઓનું યોગદાન મળ્યું છે. આ જાહેરાતના બે દિવસ પહેલા જ ટાટા ગ્રુપે કેન્દ્ર સરકાર પાસેથી કરજમાં ડૂબી ગયેલી એરલાઈનને ટેકઓવર કરી લીધી છે. ઈપીએફઓએ કહ્યુ કે, એર ઈન્ડિયા લિમિટેડે ઈપીએફઓ ​​કવરેજ માટે અરજી કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.

7,453 કર્મચારીઓને મળશે લાભ

ઈપીએફઓ કહ્યું કે લગભગ 7,453 કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા લાભો ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમના માટે એર ઈન્ડિયાએ ડિસેમ્બર મહિના માટે ઈપીએફઓ ​​સાથે યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાના આ કર્મચારીઓને ઘણા લાભો આપવામાં આવશે.

તેમણે કહ્યું કે કર્મચારીઓને તેમના ઈપીએફમા એમ્પ્લોયરના યોગદાન ઉપરાંત 2 ટકા મળશે. તેમના પગારના 12 ટકા આપવામાં આવશે. અગાઉ, તેઓ 1925ના પીએફ એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા, જેમાં પ્રોવિડન્ટ ફંડમાં 10 ટકા યોગદાન કર્મચારી દ્વારા અને 10 ટકા એમ્પ્લોયર દ્વારા કરવામાં આવતું હતું.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ઈપીએફ સ્કીમ 1952, ઈપીએસ સ્કીમ 1995 અને ઈડીએલઆઈ 1976 હવે કર્મચારીઓ માટે લાગુ થશે. ગેરંટીકૃત લઘુત્તમ પેન્શન સિવાય, ઈપીએફઓ ​​સબ્સ્ક્રાઇબરના મૃત્યુની સ્થિતિમાં પણ પરિવારો અને આશ્રિતોને પેન્શન આપશે. તેમાં આગળ જણાવવામાં આવ્યું છે કે સભ્યના મૃત્યુના કિસ્સામાં, ઓછામાં ઓછા 2.50 લાખ રૂપિયા અને મહત્તમ 7 લાખ રૂપિયાની રેન્જમાં લાભ મળશે.

તેમણે કહ્યું કે આ લાભ માટે ઈપીએફઓ ​​તરફથી કોઈ પ્રીમિયમ લેવામાં આવતું નથી. એ જણાવી દઈએ કે, આ લાભો તમામ ઈપીએફઓ ​​સબ્સ્ક્રાઇબર્સ માટે છે, જેમાં એર ઈન્ડિયાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે એસબીઆઈના નેતૃત્વમાં બેંકોનું એક કન્સોર્ટિયમ એર ઈન્ડિયાના સંચાલન માટે ટાટા ગ્રુપને લોન આપશે. આ કન્સોર્ટિયમમાં SBI, PNB, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. આ કન્સોર્ટિયમ ટાટા ગ્રુપને ટર્મ લોનની સાથે સાથે વર્કિંગ કેપિટલ પણ લોન આપશે. ટાટા ગ્રુપની પેટા કંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે (Talace Private Limited) 8 ઓક્ટોબર 2021ના રોજ એર ઈન્ડિયાને 18000 કરોડમાં ખરીદી હતી.

 

આ પણ વાંચો :  Budget 2022: સસ્તા થઈ શકે છે મોબાઈલ ફોન સહીત ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર

Next Article