બ્યુટી અને ફેશન રિટેલર Nykaa ની આશ્ચર્યજનક સફળતાએ દેશના અગ્રણી ઔદ્યોગિક ગૃહ ટાટા ગ્રુપ(Tata Group) નું સૌંદર્ય વ્યવસાય (beauty business) તરફ ધ્યાન દોર્યું છે. ટાટા ગ્રૂપ ફરીથી આ બિઝનેસમાં પોતાનું સ્થાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ગ્રુપે 23 વર્ષ પહેલા આ વ્યવસાય છોડી દીધો હતો પરંતુ દેશમાં સૌંદર્ય પ્રસાધનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે અને 2025 સુધીમાં 20 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
ટાટા ગ્રૂપના રિટેલ સ્ટોર્સ ચલાવતા ટ્રેન્ટ લિમિટેડ (Trent Ltd.)ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન નોએલ ટાટા(Noel Tata)એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કંપની હવે ફૂટવેર અને અન્ડરવેર તેમજ બ્યુટી પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે રિટેલમાં વૃદ્ધિની સંભાવના છે.
2025 સુધીમાં બજાર બમણું થશે
Statista ના ડેટા અનુસાર દેશમાં સૌંદર્ય પ્રસાધનો અને સૌંદર્યનું બજાર 2025 સુધીમાં 20 અબજ ડોલર સુધી પહોંચી શકે છે જે 2017માં 11 અબજ ડોલર હતું. કોરોનાના સમયગાળા દરમિયાન આ માર્કેટમાં ઘણો વિકાસ થયો છે. મુંબઈ સ્થિત ઓનલાઈન રિટેલર Nykaaની આમાં મહત્વની ભૂમિકા છે. તાજેતરમાં, આ સ્ટાર્ટઅપ કંપનીનો IPO જોરદાર હિટ રહ્યો હતો અને કંપનીનું બજાર મૂલ્ય 13 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
કેટલાક દાયકાઓ પહેલા સુધી સૌંદર્ય ક્ષેત્રે ટાટા જૂથની તાકાત બોલતી હતી. નોએલ ટાટાની માતા સિમોન ટાટાએ 1953માં લેક્મે(Lakme)બ્રાન્ડની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ 1998માં ટાટાએ યુનિલિવર પીએલસીના સ્થાનિક એકમને લેક્મે વેચી દીધી હતી. 2014 માં કંપનીએ ફરીથી આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો પરંતુ હવે કંપની તેને ગંભીરતાથી લઈ રહી છે.
શું છે કંપનીની યોજના?
સુંદરતા, ફૂટવેર અને અન્ડરવેર કેટેગરીઝમાંથી ટ્રેન્ટની આવક માત્ર 100 મિલિયન ડોલર છે જ્યારે તેનું કુલ બજાર 30 અબજ ડોલર છે. વેલ્થમિલ્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથિની કહે છે કે આ ત્રણ સેગમેન્ટ ટાટા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે ઝડપથી તેના સ્ટોર્સ અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલ્સનું વિસ્તરણ કરે છે. તેમની વચ્ચે ઘણી સ્પર્ધા છે પરંતુ અર્થવ્યવસ્થામાં પાછા ફરવાની સાથે વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે.
ટાટાએ જણાવ્યું હતું કે ટ્રેન્ટ ઇનહાઉસ કોસ્મેટિક્સ બ્રાન્ડ્સની નવી લાઇન વિકસાવી રહ્યું છે જે ગ્રોથ એન્જિન બની શકે છે. આ ઉત્પાદનો કંપનીની રિટેલ સ્ટોર ચેઈન વેસ્ટસાઈડ દ્વારા અથવા સ્ટેન્ડઅલોન સ્ટોર્સ અને ડિજિટલ ચેનલો દ્વારા વેચી શકાય છે. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ અને રતન ટાટા ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે. તેઓ બે દાયકાથી વધુ સમયથી ટાટા ગ્રૂપની રિટેલ કામગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચો : હાલ કાર માટેનો વેઇટિંગ સમય ઘટવાનો કોઈ સંકેત નથી, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ક્યારે પૂરી થશે ચિપની અછત
આ પણ વાંચો : આ વર્ષે નહીં આવે ક્રિપ્ટો કરન્સી બિલ, જાણો હવે શું છે કેન્દ્ર સરકારની તૈયારી