Adani Transmission નો Q4 માં નફો ચાર ગણો વધીને રૂ 257 કરોડ થયો

|

May 07, 2021 | 9:02 AM

વિવિધ કારોબાર સાથે સંકળાયેલ અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)નો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચાર ગણો વધીને રૂ 256.55 કરોડ થયો છે.

Adani Transmission નો Q4 માં નફો ચાર ગણો વધીને રૂ 257 કરોડ થયો
દાણી ટ્રાન્સમિશનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 256.55 કરોડ થયો છે.

Follow us on

વિવિધ કારોબાર સાથે સંકળાયેલ અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)નો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચાર ગણો વધીને રૂ 256.55 કરોડ થયો છે. ગુરુવારે અદાણી ટ્રાન્સમિશનએ BSEને આપેલી માહિતીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 58.97 કરોડ રૂપિયા હતો.

વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચમાં રૂ. 2,875.60 કરોડ હતી જે એક વર્ષ અગાઉ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં 3,317.51 ​​કરોડ રૂપિયા હતી. વર્ષ 2020-21 દરમ્યાન સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો રૂ 1,289.57 કરોડ હતો જે એક વર્ષ અગાઉ 2019-20માં 706.49 કરોડ હતો. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષમાં અદાણી પાવરની આવક રૂ 10,458.93 કરોડ હતી જે અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં 11,681.29 કરોડ રૂપિયા હતી.

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં જબરદસ્ત પ્રગતિ થઈ છે. સૌભાગ્ય જેવી યોજનાઓ પર સરકારના ભાર અને નવીકરણને લીધે આજે વીજળીની પહોંચ ખૂબ વધી ગઈ છે. ”

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

માર્ચ ક્વાર્ટરમાં અદાણી પાવરને 13.13 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મળશે
દેશના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદક અદાણી પાવરનો એકીકૃત ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 13.13 કરોડ રહ્યો છે. મુખ્યત્વે આવક વધવાના કારણે કંપની નફામાં આવી છે. ગુરુવારે અદાણી પાવરએ BSEને આપેલી માહિતીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ક્વાર્ટરમાં કંપનીને 1,312.86 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું છે.હતું.

કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચ 2020-21 ના ​​ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ 6,902.01 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં 6,327.57 કરોડ રૂપિયા હતી. વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો રૂ 1,269.98 કરોડ રહ્યો છે જે વર્ષ 2019-20માં એક વર્ષ અગાઉ 2,274.77 કરોડની ખોટ હતી. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષમાં અદાણી પાવરની આવક 28,149.68 કરોડ રૂપિયા હતી જે અગાઉના નાણાંકીય વર્ષ 2019-20માં રૂ .27,841.81 કરોડ હતી.

Next Article