અદાણી પોર્ટસ બંગાળમાં હલ્દિઆ ડોકની ક્ષમતા વધારશે, કોલકત્તાના શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ સાથે કન્સેસન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

|

Sep 16, 2022 | 7:08 AM

શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકતાના કાર્યક્ષેત્ર હેઠળનું ડૉક સંકુલ હલ્દિઆ ખાતે વિવિધ બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ ધરાવે છે. હલ્દિઆ ડોક સંકુલ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ. ઝારખંડ, આસામ, ઉત્તરપૂર્વીય પહાડી રાજ્યો અને નેપાળના લેન્ડ લોક્ડ પાડોશી દેશ સહિત વિશાળ અંતરિયાળ વિસ્તારોને જરૂરી સેવાઓ પૂરી પાડે છે.

અદાણી પોર્ટસ બંગાળમાં હલ્દિઆ ડોકની ક્ષમતા વધારશે,  કોલકત્તાના શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ સાથે કન્સેસન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
Gautam Adani

Follow us on

દેશના અવ્વલ નંબરના ઔદ્યોગિક સમૂહ અદાણી ગૃપના એક અંગ અને દેશના સંકલિત પરિવહન ક્ષેત્રની વિરાટ કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)ની પોતાની સંપૂર્ણ માલિકીની એચડીસી બલ્ક ટર્મિનલ લિ. (HTL)એ શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (SP) સાથે હરિઆ બંદર ખાતે બર્થ નારના મિકેનાઇઝેશન માટે કન્સેશન એગ્રીમેન્ટ ઉપર હસ્તાપર કરવા સાથે બંદરીય ક્ષેત્રમાં પોતા ના વ્યાપારનો વ્યાપ વધાર્યો છે અદાણી પોર્ટસ અગાઉ ફેબ્રુઆરીમાં APSEZની શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (SPX)એ એક સફળ બિડર તરીકે કરેલી પસંદગી સાથે આ એગ્રીમેન્ટ અનુસંધાન જોડે છે.

APSEZના પૂર્ણ કાલિન ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ” હલ્દીયા બલ્ક ટર્મિનલના મિકેનાઇઝેશન અને અપગ્રેડેશન અમોને બંગાળમાં APSEZની ફૂટ પ્રિન્ટને દ્રઢતાથી પ્રસ્થાપિત કરવાની તક પૂરી પાડે છે.” બંગાળના સતત વિકસતા ઉદ્યોગ અને અર્થતંત્રને વધુ વેગ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ સંપૂર્ણ યાંત્રિક સુવિધા સાથે અમારુ લક્ષ્ય બંદરીય કામગીરી અને પર્યાવરણીય પદ્ધતિઓમાં ઉચ્ચ બેન્ચમાર્ક સ્થાપવાનું છે.

ભારતના પૂર્વ કિનારે અમારા હાલના વિશ્વ કક્ષાના બંદરો અને ટર્મિનલ્સની APSEZની સેવાઓ સાથે આ ટર્મિનલ સુમેળ સાધીને ગ્રાહકોના અનુભવમાં ઉમેરો કરશે. સંકલિત લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં અમારું નેતૃત્વ HBTL ની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આખરે તે શિપિંગ ઉદ્યોગને ફાયદારુપ થશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (SMPK) અને હલ્દી મલ્ક ટર્મિનલ લિ.(HBTL) વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ અનુસાર આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ને હલ્દિઆ ખાતેના ડોક સકુલ ખાતે 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે વાર્ષિક ૩.૭૪ મિલિયન ટનની ક્ષમતાના આ બલ્ક ટર્મિનલની ડિઝાઇન, નિર્માણ, ધિરાણ, સંચાલન, જાળવણી અને સંચાલનના અધિકારો પ્રાપ્ત થશે.

શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકતાના કાર્યક્ષેત્ર હેઠળનું ડૉક સંકુલ હલ્દિઆ ખાતે વિવિધ બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ ધરાવે છે. હલ્દિઆ ડોક સંકુલ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ. ઝારખંડ, આસામ, ઉત્તરપૂર્વીય પહાડી રાજ્યો અને નેપાળના લેન્ડ લોક્ડ પાડોશી દેશ સહિત વિશાળ અંતરિયાળ વિસ્તારોને જરૂરી સેવાઓ પૂરી પાડે છે. આ ટર્મિનલ અરિયાળ વિસ્તારમાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં પાવર પ્લાન્ટસ અને સિમેન્ટ પ્લાન્ટસન કાર્યો માલની સપ્લાય ચેઇન હેન્ડલ કરશે.

બલ્ક કાર્ગો હેન્ડલિંગ સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા આ પ્રોજેક્ટની મુખ્ય યુએસપી છે, જે સંપૂર્ણપણે યાત્રિક, અતિ કાર્યક્ષમ, મૈત્રીસભર પર્યાવરણ અને પ્રદૂષણ મુક્ત હશે. આ પ્રોજેક્ટ ફક્ત બંદરની કાર્યદક્ષ ક્ષમતા જ વધારશે નહીં પરંતુ હલ્ફિઆ ડોક પર આવતા જહાજોના ટર્નએરાઉન્ડ સમયને ઘટાડીને બદર વપરાશકારોના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

હસ્તાક્ષર કરાયેલ કન્સેશન એગ્રીમેન્ટ મુજબ HBTL કંપની આ પ્રોજેકટ માટે છ મહિનામાં ફાયનાન્સિપલ કલોઝરની પ્રકીયા હાથ ધરશે અને ટર્મિનલનું નિર્માણ કાર્ય શરૂ કરશે. પ્રોક્ટનો અંદાજિત ખર્ચ ૩૨ કરોડ છે. ઉલ્લેખનય છે કે આ પ્રોજેક્ટને જરૂરી પર્યાવરણ મંજુરી પહેલાથી જ મળી ગઇ છે.

જાણો અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ વિશે

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં મર્મગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશખાપટનમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે. જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝામ ખાતે ટ્રાન્સથીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઇન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઇન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે જે અપને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે.

Next Article