Adani Group 5 અબજ ડોલરના ખર્ચે સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરશે, વિદેશી કંપની સાથે કર્યા ભાગીદારી કરાર

|

Jan 14, 2022 | 8:33 AM

પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50 લાખ ટન હશે.

Adani Group 5 અબજ ડોલરના ખર્ચે સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરશે, વિદેશી કંપની સાથે કર્યા ભાગીદારી કરાર
Gautam Adani - chairman and founder Adani Group

Follow us on

અદાણી ગ્રૂપે(Adani Group) ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ કોરિયાની કંપની POSCO સાથે 5 અબજ ડોલરનો પ્રારંભિક કરાર કર્યો છે. બંને કંપનીઓએ આ માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એક બિન-બંધનકારી કરાર છે અને જો તે સાકાર થશે તો તે અદાણી જૂથ માટે સ્ટીલ ક્ષેત્રમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરશે.

આ કરાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સ 2022નો એક ભાગ છે. આ કોન્ફરન્સ 10-12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં યોજાવાની હતી પરંતુ કોવિડ-19ના કેસોના પુનરુત્થાનને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં પર્યાવરણને અનુકૂળ પ્લાન્ટ સ્થાપવાની યોજના

કરાર પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર બંને પક્ષ  ગ્રીન ઇકો-ફ્રેન્ડલી ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા સહિત વ્યવસાયિક સહયોગ માટેની તકો શોધવા સંમત થયા હતા. તેમાં 5 અબજ ડોલર સુધીનું રોકાણ થવાની આશા છે. જમીન અધિગ્રહણના વિરોધમાં થોડા વર્ષો પહેલા પોસ્કોએ ઓડિશામાં 12 અબજ ડોલરનો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની તેની યોજનામાંથી પીછેહઠ કરવી પડી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અદાણી જૂથ અને પોસ્કો વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજ્યના ઉદ્યોગ વિભાગ અને અદાણી ગ્રુપ અને પોસ્કો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પ્લાન્ટ 2026 સુધીમાં તૈયાર થઈ જશે

નિવેદનમાં એ જણાવાયું નથી કે બંને કંપનીઓ પોતપોતાના સ્તરે કેટલું રોકાણ કરશે. ભાગીદારીની વિગતો પણ આપવામાં આવી નથી. મુદાંડા ખાતેનો પ્રસ્તાવિત પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50 લાખ ટન હશે. નોંધપાત્ર રીતે તેમાં ગ્રીન એનર્જીનો પણ ઉપયોગ કરવામાં આવશે એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. આનાથી ગ્રીન બિઝનેસમાં પણ ભારતની સ્થિતિ મજબૂત થશે, “પોસ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જિયોંગ-વુ ચોઈએ અદાણી સાથેના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીઓ સ્ટીલ અને ઇકો-ફ્રેન્ડલી બિઝનેસમાં સહયોગી રીતે કામ કરી શકશે. ‘POSCO દક્ષિણમાં કોરિયાનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક અને રાસાયણિક, ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં પણ સામેલ છે.

આ પણ વાંચો : GOLD : RBIના નવા પોર્ટલ ઉપરથી પણ શુદ્ધ સોનુ સસ્તી કિંમતે ખરીદી શકાશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો : તમારું Aadhaar Card ક્યા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલું છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો, અનુસરો આ સરળ સ્ટેપ્સ

Published On - 8:32 am, Fri, 14 January 22

Next Article