ગૌતમ અદાણી પાસે ઓટો કંપની ન હોવા છતાં તેઓ દેશમાં EV ને લઈને મોટું યોગદાન આપવા જઈ રહ્યા છે અને તેની શરૂઆત મુંબઈથી થશે. અદાણી ગૃપની કંપની અદાણી ઈલેક્ટ્રીસીટી મુંબઈમાં મોટી સંખ્યામાં ઈવી ચાર્જર પોઈન્ટ ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે મુંબઈની 4,000 રહેણાંક સોસાયટીઓને આવરી લેવામાં આવશે.
તેનો અર્થ એ થયો કે શહેરના લોકો પાસે તેમના ઘરની નજીક EV ચાર્જર પોઈન્ટ ઉપલબ્ધ હશે. તેમજ શહેરમાં ઈવી ચાર્જીંગ પોઈન્ટની સમસ્યા પણ ઘણે અંશે હલ થઈ જશે. ચાલો જાણીએ કે અદાણીની કંપનીએ EVને લઈને કેવા પ્રકારનું આયોજન કર્યું છે.
અદાણી ઈલેક્ટ્રિસિટી લિમિટેડ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એપાર્ટમેન્ટ બ્લોક્સમાં ઈલેક્ટ્રિક વાહનો માટે 8,500 ચાર્જર ઈન્સ્ટોલ કરવાનું વિચારી રહી છે. આ અંગેની માહિતી આપતાં અદાણી ગ્રૂપ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓએ શેર ચાર્જ પહેલ શરૂ કરી છે, જેના હેઠળ બહુવિધ વાહન માલિકો સમાન ચાર્જિંગ માળખાનો ઉપયોગ કરી શકે છે.
નિવેદન અનુસાર, વાહન માલિકો આ પહેલ હેઠળ ચાર્જિંગ સત્રો શેડ્યૂલ કરી શકે છે, વપરાશ પર દેખરેખ રાખી શકે છે અને સીધા જ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ચુકવણી કરી શકે છે.
અદાણી ગૃપ દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓ મુંબઈમાં 4,000 રહેણાંક સોસાયટીઓમાં 8,500 ચાર્જર લગાવવાની તૈયારી કરી રહી છે. સામાન્ય રીતે ફોર-વ્હીલરને ચાર્જ કરવામાં 7 કલાક લાગે છે, જ્યારે ટુ-વ્હીલર 4 કલાકમાં ચાર્જ થઈ જાય છે. તેનાથી મુંબઈમાં ચાર્જિંગને લગતી સમસ્યાઓ દૂર થશે.
આ પણ વાંચો : શેરબજારના રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર ખરીદવાની તક, આવનારા 10 દિવસમાં સ્ટોક માર્કેટમાં આવી શકે છે મોટો ઘટાડો
જોકે, દેશમાં ઓઈલ કંપનીઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેથી દેશમાં EV કારને પ્રમોટ કરી શકાય. ઓટો કંપનીઓનું માનવું છે કે જો દેશમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઝડપથી કામ કરવામાં આવે તો 2030 સુધીમાં ઈવીનો હિસ્સો 20 ટકા સુધી વધારી શકાય છે.