AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગ્રુપે એક નિર્ણયથી અડધા કલાકમાં લગભગ 53 હજાર કરોડની કમાણી કરી, માર્કેટમાં ઉજવણીનો માહોલ

Share Market માં અદાણી ગ્રુપના શેરમાં સતત ચોથા દિવસે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ તેજીના કારણે માત્ર 30 મિનિટમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં લગભગ 53 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

અદાણી ગ્રુપે એક નિર્ણયથી અડધા કલાકમાં લગભગ 53 હજાર કરોડની કમાણી કરી, માર્કેટમાં ઉજવણીનો માહોલ
Adani group
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:51 AM
Share

Adani Group News : અદાણી પરિવારે એક દિવસ પહેલા ચાર કંપનીઓના 17 કરોડથી વધુ શેર વેચીને રૂ. 15,000 કરોડ એકત્ર કર્યા હતા. આ પગલા બાદ શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં સતત ચોથા દિવસે શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.

આ તેજીના કારણે માત્ર 30 મિનિટમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં લગભગ 53 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં મહત્તમ ઝડપ જોવા મળી રહી છે, જેના માર્કેટ કેપમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સમગ્ર શેરબજાર અદાણીની આ રેલીની ઉજવણી કરી રહ્યું છે. સેન્સેક્સમાં લગભગ 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટી 17500 પોઈન્ટથી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે.

અદાણીના શેરમાં વધારો

  1. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર આજે 10 ટકાના વધારા સાથે રૂ. 1766 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  2. અદાણી પોર્ટ અને સેઝનો શેર 6.23 ટકાના વધારા સાથે રૂ. 662 પર ટ્રેડ કરી રહ્યો છે.
  3. અદાણી પાવરના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી છે અને કંપનીનો શેર રૂ. 169.45 પર છે.
  4. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકાની અપર સર્કિટ છે અને કંપનીનો સ્ટોક રૂ. 743.75 પર છે.
  5. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી છે અને કંપનીનો શેર રૂ. 562 પર છે.
  6. અદાણી ટોટલ ગેસમાં 5 ટકાની અપર સર્કિટ છે અને કંપનીનો શેર રૂ. 781.85 પર છે.
  7. અદાણી વિલ્મરના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી છે અને કંપનીનો શેર રૂ. 418.30 પર છે.
  8. સિમેન્ટ કંપની ACC લિમિટેડના શેરમાં 3.26 ટકાનો વધારો થયો છે અને કંપનીનો શેર રૂ. 1860.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  9. અંબુજા સિમેન્ટના શેરમાં 4.4 ટકાનો વધારો થયો છે અને શેર રૂ. 384.80 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  10. NDTVના શેરમાં 5 ટકાની અપર સર્કિટ છે અને કંપનીનો શેર રૂ. 220.10 પર ટ્રેડ થઈ રહ્યો છે.

શેરબજારમાં જબરદસ્ત તેજી

અદાણી ગ્રુપના શેરમાં ઉછાળાને કારણે શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 666.78 પોઈન્ટના વધારા સાથે 59,576.13 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે એક દિવસ પહેલા સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 192.10 પોઈન્ટના ઘટાડા સાથે 17,514 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ ઉપરાંત SBIના શેરમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એચસીએલ અને પાવરગ્રીડના શેરમાં 2 ટકાનો વધારો થયો છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">