કોરોનાકાળમાં પણ અનિલ અંબાણીના આવ્યા અચ્છે દિન!!! જાણો કેવી રીતે બન્યું આ શક્ય

|

May 08, 2021 | 10:43 AM

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અને રિલાયન્સ(Reliance) - અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથના વડા અનિલ અંબાણી(Anil Ambani)ને કોરોનાકાળમાં રાહત મળી છે.

કોરોનાકાળમાં પણ અનિલ અંબાણીના આવ્યા અચ્છે દિન!!! જાણો કેવી રીતે બન્યું આ શક્ય
Anil Ambani

Follow us on

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અને રિલાયન્સ(Reliance) – અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથના વડા અનિલ અંબાણી(Anil Ambani)ને કોરોનાકાળમાં રાહત મળી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરને 72 કરોડનો નફો થયો છે. રિલાયન્સ પાવર અગાઉ રિલાયન્સ એનર્જી તરીકે જાણીતી હતી. આ કંપનીએ સારો નફો કર્યો છે.

રિલાયન્સ પાવરને માર્ચ 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ 72.56 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો થયો હતો. કંપનીએ માર્ચ 2020 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.4,206.38 ખોટ કરી હતી. અનિલ અંબાણી અને રિલાયન્સ ઇન્ફ્રાના સીઈઓ કે. રાજા માટે આ મોટી રાહત છે. કંપની રૂ 4,206 કરોડની ખોટમાંથી બહાર આવી 72 કરોડ રૂપિયાનો નફો બતાવી રહી છે.

આવકમાં થયો વધારો
રિલાયન્સ પાવરમાં નફા સાથે આવકમાં પણ વધારો થયો છે. કંપનીની કુલ આવક આ વર્ષે માર્ચની ક્વાર્ટરમાં 1,691.19 હતી. એક વર્ષ પહેલાંના આ સમયગાળામાં 1,902.03 કરોડ આવક બતાવાઈ હતી. નાણાકીય વર્ષ 2020-21 માં કંપનીનો એકીકૃત શુદ્ધ નફો 228.63 કરોડ હતો હતો જ્યારે 2019-20 માં તે 4,076.59 કરોડ હતી. વર્ષ 2020-21 માં કંપનીની કુલ આવક 8,388.60 કરોડ હતી જ્યારે છેલ્લા નાણાકીય વર્ષમાં તે 8,202.41 કરોડ હતી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

મિલકતો વેચવી પડી
અગાઉ વધતા દેવાના કારણે અનિલ અંબાણીએ રિલાયન્સ ઇન્ફ્રાની મુંબઇ સ્થિત મુખ્ય કચેરી યસ બેંકને વેચવી પડી હતી. આ સોદાની કિંમત 1200 કરોડ રૂપિયા છે. કંપનીના નિવેદન મુજબ કંપની આ નાણાંથી યસ બેંકની લોન ચુકવશે. અનિલ અંબાણી સંચાલિત રિલાયન્સ ઇન્ફ્રાને 2,892 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધતા દબાણને કારણે રિલાયન્સ ઇન્ફ્રાને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. નિયમ હેઠળ જો બેંક કંપની બિલ્ડિંગનો કબજો લે છે તો બેંકે બે મહિનાની નોટિસ આપવી પડે છે જે યસ બેંક દ્વારા પહેલેથી જ આપવામાં આવી હતી.

Next Article