Elon Musk ના એક ટ્વિટએ Crypto રોકાણકારોને રાતાપાણીએ રડાવ્યા, જાણો કેમ ક્રિપ્ટો માકેટમાં ૩૬૫ અબજ કરોડનો કડાકો બોલ્યો

|

May 14, 2021 | 8:04 AM

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(Tesla)ના સીઇઓ એલોન મસ્ક(Elon Musk) દ્વારા કરેલા એક ટ્વિટએ ગુરુવારે આખા ક્રિપ્ટોકરન્સી બજાર(Crypto Market)ને હચમચાવી નાખ્યું છે.

Elon Musk ના એક ટ્વિટએ Crypto રોકાણકારોને રાતાપાણીએ રડાવ્યા, જાણો કેમ ક્રિપ્ટો માકેટમાં ૩૬૫ અબજ કરોડનો કડાકો બોલ્યો
એલોન મસ્ક - CEO, TESLA

Follow us on

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(Tesla)ના સીઇઓ એલોન મસ્ક(Elon Musk) દ્વારા કરેલા એક ટ્વિટએ ગુરુવારે આખા ક્રિપ્ટોકરન્સી બજાર(Crypto Market)ને હચમચાવી નાખ્યું છે. મસ્કે હવે કાર ખરીદવા સામે પેમેન્ટ તરીકે બિટકોઇન(Bitcoin) ને નહીં સ્વીકારવાની વાત કરી હતી. આ ટ્વિટને પગલે બિટકોઇનના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. માત્ર 2 કલાકમાં એક યુનિટની કિંમતમાં 6.71 લાખ રૂપિયા ઘટાડો નોંધાયો હતો. મસ્કના ટ્વીટની અસર બિટકોઇન સુધી મર્યાદિત રહી નહોતી. સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં મોટો ઝટકો લાગ્યો છે. રોકાણકારોએ અચાનક તેમના હાથ પાછા ખેંચ્યા જેના કારણે ક્રિપ્ટો માર્કેટને 365 અબજ ડોલરનું નુકશાન થયું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઘોષણા પછી તરત કડાકો બોલ્યો
એલેન મસ્કએ ટ્વિટ કર્યું તે પહેલાં આખા ક્રિપ્ટોકરન્સી માર્કેટનું મૂલ્ય આશરે 2.43 ટ્રિલિયન ડોલર હતું પરંતુ મસ્ક દ્વારા નવા નિયમની ઘોષણા થતાં બજાર તૂટી પડ્યું હતું. બજાર ઘટીને 2.06 ટ્રિલિયન ડોલર સુધી સરક્યું હતું. 365.85 અબજ ડોલરનું નુકસાન થયું હતું. થોડી રિકવરી સ્થાપિત થયા પછી તેનું મૂલ્ય લગભગ 2.27 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું. Coinmarketcap.com ના ડેટા અનુસાર બિટકોઇનના ભાવ તે સમયે 11 ટકા નીચે હતા.

બિટકોઇન નીચલા સ્તરે પહોંચ્યો
એલન મસ્કના ટ્વિટને કારણે વિશ્વની સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન માત્ર બે કલાકમાં યુનિટના 54,819 ડોલરથી ઘટીને 45,700 થઈ હતી. માર્ચ બાદ બિટકોઇનનું આ સૌથી નીચું સ્તર છે.

એલનએ શું કર્યું ટ્વીટ
એલોન મસ્કએ પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીનો વિચાર ખૂબ જ ઉજ્જવળ છે અને તેનું ભવિષ્ય પણ ખૂબ સારું છે પરંતુ તેની આપણા પર્યાવરણ પર ખૂબ ખરાબ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ટેસ્લા હવે બીટકોઇન્સમાં કારનું વેચાણ કરશે નહીં જ્યારે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ ટકાઉ ઉર્જા પર આધારિત છે ત્યારે અમે તેનો ફરીથી ઉપયોગ કરીશું. કંપની હાલમાં એક ક્રિપ્ટોકરન્સી પર વિચાર કરી રહી છે જે બિટકોઇન માઇનીંગમાં ઉપયોગમાં લેવાયેલી ઉર્જાના 1 ટકા કરતા ઓછી વપરાશ કરે છે.

Next Article