AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પે ₹72,000 થશે? 6% ઇન્ક્રિમેન્ટની માંગથી પગારમાં થશે મોટો વધારો !

કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ બેઝિક પે ₹69,000થી ₹72,000 કરવાની અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર 3%થી વધારીને 6% કરવાની માંગ કરી છે. બેઝિક પેમાં વધારાની અસર માત્ર માસિક પગાર પર જ નહીં, પરંતુ મોંઘવારી ભથ્થા (DA), મકાન ભાડા ભથ્થા (HRA) અને નિવૃત્તિના લાભો પર પણ પડી શકે છે.

સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પે ₹72,000 થશે? 6% ઇન્ક્રિમેન્ટની માંગથી પગારમાં થશે મોટો વધારો !
8th Pay CommissionImage Credit source: iStock
| Updated on: Oct 28, 2026 | 9:10 AM
Share

કેન્દ્ર સરકારના કર્મચારીઓના બેઝિક પેમાં વધારો થવાની અસર માત્ર દર મહિને મળતી રકમ સુધી મર્યાદિત રહેતી નથી. બેઝિક પે જેટલો વધારે હોય, તેટલો સમય જતાં વાર્ષિક ઇન્ક્રિમેન્ટ, મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડા ભથ્થું (HRA) અને નિવૃત્તિ સમયે મળતા લાભો પર પણ તેની અસર પડી શકે છે. આ જ કારણ છે કે 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ બેઝિક પે વધારવા અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટના દરમાં ફેરફાર કરવાની માંગ મહત્ત્વપૂર્ણ બની છે.

₹69,000થી ₹72,000 લઘુત્તમ બેઝિક પેનો પ્રસ્તાવ

કર્મચારી સંગઠનોએ ₹69,000થી ₹72,000 સુધીના લઘુત્તમ બેઝિક પેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જોકે, આ માત્ર માંગણીઓ છે અને હજી સુધી તેને મંજૂરી મળી નથી. 8મા પગાર પંચે 22 અને 23 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં કર્મચારી સંગઠનો અને અન્ય સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરી હતી. આ પહેલાં પંચની બેઠક 8 ઓક્ટોબરે બેંગલુરુમાં યોજાઈ હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને કર્મચારી સંગઠનો હજુ પણ નવા પગાર, ભથ્થાં અને પેન્શન સંબંધિત નિર્ણયો માટે રાહ જોઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન કર્મચારી સંગઠનોએ પંચ સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ બેઝિક પે, ભથ્થાં, પેન્શન સુધારા, રજાના બદલામાં મળતી રકમ અને કર્મચારીઓના મનોબળ સાથે જોડાયેલા મુદ્દાઓ રજૂ કર્યા છે. આ તમામ મુદ્દાઓમાં બેઝિક પેમાં વધારો વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેની અસર કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન થતી આવક પર પડી શકે છે.

ઇન્ક્રિમેન્ટનો દર 3%થી વધારીને 6% કરવાની માંગ

કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ બેઝિક સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર અંગે અલગ-અલગ પ્રસ્તાવો રજૂ કર્યા છે. નેશનલ કાઉન્સિલ–જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM), સ્ટાફ સાઇડએ લઘુત્તમ બેઝિક પે ₹69,000 અને 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) એ લઘુત્તમ બેઝિક પે ₹72,000 અને 4 ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ રાખ્યો છે. BPMSએ આ માંગ પાછળ વધતી મોંઘવારીને મુખ્ય કારણ ગણાવ્યું છે. બંને સંગઠનોએ વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો હાલનો દર 3%થી વધારીને 6% કરવાની પણ માંગ કરી છે. તેમનો તર્ક છે કે આ ફેરફાર કર્મચારીઓને મોંઘવારીનો સામનો કરવામાં અને આવક વધારવામાં મદદરૂપ થઈ શકે છે. અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ₹69,000 અને ₹72,000ની રકમ હજી માત્ર પ્રસ્તાવ છે. 8મા પગાર પંચે તેને અંતિમ મંજૂરી આપી નથી.

બેઝિક સેલરી વધવાથી શું ફાયદો થશે?

બેઝિક પે સરકારી કર્મચારીના પગારનો મુખ્ય ભાગ છે. તેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું અને અન્ય ભથ્થાંનો સમાવેશ થતો નથી. લાગુ નિયમો અનુસાર, DA અને HRA જેવા ભથ્થાંની ગણતરીમાં બેઝિક પેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બેઝિક પેની અસર કર્મચારીની આવક પર લાંબા સમય સુધી રહે છે. 7મા પગાર પંચ હેઠળ વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર બેઝિક પેના 3% જેટલો છે. આવી સ્થિતિમાં, જે કર્મચારીનો પ્રારંભિક બેઝિક પે વધારે હોય, તેને દર વર્ષે મળતું ઇન્ક્રિમેન્ટ પણ વધુ હોઈ શકે છે. એટલે કે, શરૂઆતમાં બેઝિક પે જેટલો વધારે હશે, તેટલી ભવિષ્યના પગારમાં વધારાની શક્યતા વધારે રહેશે.

ઉદાહરણથી સમજો બેઝિક પેનો ફાયદો

માની લો કે બે કર્મચારીઓનો પ્રારંભિક બેઝિક પે અલગ-અલગ છે. જો બંનેને સમાન ઇન્ક્રિમેન્ટ દર લાગુ પડે, તો વધારે બેઝિક પે ધરાવતા કર્મચારીને રૂપિયાની દૃષ્ટિએ વધુ વાર્ષિક ઇન્ક્રિમેન્ટ મળી શકે છે. જેમ કે કર્મચારી A એ ને ₹50,000 બેઝિક પે છે અને 3% વાર્ષિક ઇન્ક્રિમેન્ટમાં ₹1,500 નો વાર્ષિક વધારો થશે. જ્યારે બીજા કર્મચારીની ₹70,000 બેઝિક પે છે તો તેની 3% વાર્ષિક ઇન્ક્રિમેન્ટમાં ₹2,100 નો વાર્ષિક વધારો થશે. આમ, ₹70,000 બેઝિક પે ધરાવતા કર્મચારીને ₹50,000 બેઝિક પે ધરાવતા કર્મચારીની સરખામણીમાં દર વર્ષે ₹600 વધુ ઇન્ક્રિમેન્ટ મળે છે. સમય જતાં બેઝિક પેમાં રહેલા આ તફાવતને કારણે બંને કર્મચારીઓના પગાર વચ્ચેનું અંતર પણ વધી શકે છે.

DA અને HRA ઉપરાંત પેન્શન પર પણ અસર

બેઝિક પેમાં વધારો થવાની અસર માત્ર માસિક પગાર પૂરતી મર્યાદિત નથી. મોંઘવારી ભથ્થું (DA) અને મકાન ભાડા ભથ્થું (HRA) જેવા લાભો પણ બેઝિક પે સાથે જોડાયેલા હોય છે. આથી, લાગુ નિયમો અને મંજૂર દરો અનુસાર બેઝિક પે વધે તો આ ભથ્થાંની રકમમાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાંત, નિવૃત્તિ સમયે મળતા કેટલાક લાભો પર પણ તેની અસર પડી શકે છે. તેમાં મુખ્યત્વે નીચેના લાભોનો સમાવેશ થાય છે.

  • પેન્શન: લાગુ પેન્શન નિયમો અનુસાર તેમાં વધારો થવાની શક્યતા.
  • ગ્રેચ્યુઇટી: સંબંધિત નિયમો અને મર્યાદાઓને આધારે મળતી રકમમાં ફેરફાર થઈ શકે છે.
  • લીવ એન્કેશમેન્ટ: બાકી રહેલી રજાના બદલામાં મળતી રકમમાં વધારો થઈ શકે છે.

આ લાભોની ગણતરી સંબંધિત સેવા નિયમો અને લાગુ જોગવાઈઓ અનુસાર થાય છે. તેથી, સુધારેલો બેઝિક પે વધારે હોય તો નિવૃત્તિના લાભોમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. જોકે, વાસ્તવિક લાભો અંતિમ નિયમો પર આધારિત રહેશે.

8મા પગાર પંચની ભલામણો ક્યારે આવશે?

8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. પંચને તેની રચનાના 18 મહિનાની અંદર અહેવાલ રજૂ કરવાનો છે. આ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને અહેવાલ મે થી જૂન 2027ની આસપાસ આવવાની શક્યતા છે. જોકે, આ અહેવાલ રજૂ કરવાની નિશ્ચિત તારીખ નથી. હાલમાં પંચ કર્મચારી સંગઠનો અને અન્ય સંબંધિત પક્ષોના સૂચનો પર વિચાર કરી રહ્યું છે. લઘુત્તમ બેઝિક પે, ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટમાં કેટલો ફેરફાર થશે તે પંચની ભલામણો અને સરકારની મંજૂરી બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો, Breaking News : ટ્રેનોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ રહેશે, જાણો કારણ

Follow Us
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">