કેન્દ્ર સરકારે જૂન 2021 માં કેન્દ્રીય કર્મચારીઓ(Central Government Employees) ના 18 મહિના માટે પડતર મોંઘવારી ભથ્થું (Dearness Allowance) વધારવાની જાહેરાત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે આ મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) 1 જુલાઈ 2021 થી લાગુ થશે. 17 ટકાથી 28 ટકા DA કરાયું પરંતુ 18 મહિનાના અસ્થાયી રૂપે અટકાવેલા DAનું શું થશે તે કહ્યું નથી. સરકારે માત્ર એટલું જ કહ્યું કે જૂન 2021 સુધી DA ફ્રીઝ કરાયું હતું.
NCJCM ને DA એરીયર મળવાની આશા
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમ સેક્રેટરી (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાએ મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બદલ સરકારને અભિનંદન આપ્યા હતા પરંતુ એરીયર્સની ચર્ચા ન થતાં તેઓ નારાજ હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે દોઢ વર્ષનું એરીયર્સ હજુ આપવામાં આવ્યું નથી. અત્યારે સરકાર સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કર્મચારીઓની માંગને ધ્યાનમાં રાખીને સરકાર એરિયર્સ આપશે. કેબિનેટે 1 જુલાઈ, 2021 થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DA અને મોંઘવારી રાહત (DR) માં 11 ટકાનો વધારો મંજૂર કર્યો હતો, જેનાથી 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થયો હતો.
કેન્દ્રએ 30 જૂન 2021 સુધી વધારાને અટકાવ્યો હતો
નાણાં મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને મૂળ પગારના હાલના 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે. ગયા વર્ષે એપ્રિલમાં નાણાં મંત્રાલયે કોરોનાવાયરસ રોગચાળાને કારણે 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો. મોંઘવારી ભથ્થાનો દર 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધી 17 ટકા હતો.
આ પણ વાંચો : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ જૂન ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી, નફો 55 ટકા વધારા સાથે 6504 કરોડ થયો
Published On - 7:48 am, Thu, 5 August 21