7th pay commission : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4% DA વધારાથી કેટલો પગાર વધશે? સમજો ગણિત

7th pay commission: કેન્દ્રીય કર્મચારી(central government employee)ઓ તહેવારોની સિઝન(Festival Season)માં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા(DA Hike)ની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સરકાર નવરાત્રિ(Navratri 2023) દરમિયાન DA વધારવાની જાહેરાત કરી શકે છે.

7th pay commission : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4% DA વધારાથી કેટલો પગાર વધશે? સમજો ગણિત
| Edited By: | Updated on: Oct 13, 2023 | 7:15 AM

7th pay commission: કેન્દ્રીય કર્મચારી(central government employee)ઓ તહેવારોની સિઝન(Festival Season)માં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા(DA Hike)ની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સરકાર નવરાત્રિ(Navratri 2023) દરમિયાન DA વધારવાની જાહેરાત કરી શકે છે.

મીડિયા અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર ડીએમાં 4% વધારો કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો ડીએ રેટ વર્તમાન 42% થી વધીને 46% થઈ શકે છે. જો કે, સરકાર તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે જો DAમાં 4%નો વધારો થાય છે, તો કર્મચારીઓના ભથ્થામાં કેટલા રૂપિયાનો વધારો થશે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: Gold ETF શું છે, તહેવારોની સિઝનમાં કેવી રીતે નાણાંનું રોકાણ કરવુ ? જાણો તમામ માહિતી

બેઝિક પગાર થકી આ લાભને સમજો

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો હાલમાં તેને 42% ડીએના આધારે 7,560 રૂપિયા માસિક ભથ્થું મળશે. 4% ના વધારા સાથે DA નો નવો દર 46% થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીનું માસિક ભથ્થું વધીને 8,280 રૂપિયા થઈ જશે. માસિક ધોરણે ભથ્થામાં 720 રૂપિયાનો વધારો થશે.

તમને જણાવી દઈએ કે ડીએ પર સરકારની નવી મંજૂરી 1 જુલાઈથી લાગુ થશે. આવી સ્થિતિમાં, કર્મચારીઓના આગામી પગારમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના ભથ્થા એટલે કે કુલ 4 મહિનાનો ઉમેરો કરવામાં આવશે. આ રીતે, 18,000 રૂપિયાના મૂળ પગાર સાથે કેન્દ્રીય કર્મચારીના ઓક્ટોબરના પગારમાં 2,880 રૂપિયાનું ભથ્થું આવશે.

આ પણ વાંચો  : Sabka Sapna Money Money: 5 Mutual Funds એ 5 વર્ષમાં રોકાણના નાણાને કરી દીધા બમણા, જાણો કયા ફંડે કેટલુ રિટર્ન આપ્યુ

આ ગણતરી ધ્યાનમાં રાખજો

રૂપિયા  56,900 ના મૂળ પગારવાળા કર્મચારીઓ માટે 42% પર વર્તમાન DA તેમની માસિક કમાણીમાં રૂ. 23,898 ઉમેરે છે. ડીએમાં 46% વધારા પછી, આ માસિક ભથ્થું વધીને 26,174 રૂપિયા થઈ જશે. આ ઉચ્ચ બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓને 4 મહિનાનું ભથ્થું પણ મળશે. આવા કર્મચારીને ઓક્ટોબરના પગારમાં 4 મહિના માટે કુલ 9,104 રૂપિયાનું ભથ્થું મળશે.

જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, એવી અટકળો છે કે લાંબા સમયથી રાહ જોવાતી જાહેરાત ઓક્ટોબરમાં પ્રકાશમાં આવી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો