7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , આવતા મહિને ખાતામાં આવશે 2,18,200 રૂપિયા, જાણો કઈ રીતે?

|

Jun 22, 2021 | 8:50 AM

કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government employee) માટે ખુબ સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર 26 જૂનના રોજ DA અંગે એક બેઠક કરશે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , આવતા મહિને ખાતામાં આવશે 2,18,200 રૂપિયા, જાણો કઈ રીતે?
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government employee) માટે ખુબ સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર 26 જૂનના રોજ DA અંગે એક બેઠક કરશે. આ બેઠકમાં કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020 થી 1 જાન્યુઆરી, 2021 સુધીમાં ત્રણ હપ્તામાં ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જૂન 2021 ના DA પણ જાહેર કરી શકાય છે. સરકારની યોજના કર્મચારીઓને 18 મહિનાની એરીયર આપવાની છે. એટલે કે બાકી રકમની સાથે DA ચૂકવવામાં આવશે.

2 લાખથી વધુ મળશે
JCMની નેશનલ કાઉન્સિલના શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર લેવલ 1 ના કર્મચારીઓના DAની બાકી રકમ રૂ 11,880 થી રૂ 37,554 છે. બીજી તરફ લેવલ -13 કર્મચારીઓની 7 મી CPC બેઝિક પે સ્કેલ રૂ 1,23,100 થી 2,15,900 રૂપિયા અને લેવલ -14 માટે1, 44,200 થી 2,18,200 રૂપિયા ચૂકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થું પણ ઉમેરવાની અપેક્ષા
જે કર્મચારીઓનું લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે, તેમને ડી.એ. એરીયર રૂ. 11,880 (4320 + 3240 + 4320) આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવાની પણ અપેક્ષા છે. જો આવું થાય છે તો પછી દર મહિને  પગારમાં 2700 રૂપિયા ઉમેરવામાં આવશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

18 મહિના પછી વધારો મળશે
કર્મચારીઓના DA લગભગ 18 મહિના પછી વધશે. ગયા વર્ષે દેશભરમાં કોરોના ફેલાવાને કારણે કર્મચારીઓનું DA અટકાવાયું હતું. જાન્યુઆરી 2020 માં DAમાં 4 ટકાનો વધારો કરાયો હતો. આ પછી બીજા ૬ મહિના એટલે કે જૂન 2020 માં 3 ટકાનો વધારો થયો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો છે. મતલબ કે કુલ વધીને 28 ટકા થયો છે.

Published On - 7:51 am, Tue, 22 June 21

Next Article