7th Pay Commission: આ બે વિભાગના કર્મચારીઓએ DA માં વધારા માટે હજુ રાહ જોવી પડશે, જાણો શું છે કારણ?

|

Jul 22, 2021 | 6:29 AM

નાણાં મંત્રાલયે 1 જુલાઇ, 2021 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 28% મોંઘવારી ભથ્થું (DA) વધારો લાગુ કરવા આદેશ આપ્યો છે. આ વધારામાં 1 જાન્યુઆરી 2020 થી 1 જુલાઈ 2020 સુધીના વધારાના હપ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

7th Pay Commission: આ બે  વિભાગના કર્મચારીઓએ DA માં વધારા માટે હજુ  રાહ જોવી પડશે, જાણો શું છે કારણ?
7th pay commission

Follow us on

તાજેતરમાં સરકારે મોંઘવારી ભથ્થું (DA) માં વધારાની લાંબા સમયથી આશામાં બેઠેલા કર્મચારીઓને રાહત આપી હતી અને DA માં વધારો આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ લાભ માટે રેલ્વે કર્મચારીઓ અને સશસ્ત્ર દળના જવાનોને થોડી વધુ રાહ જોવી પડશે. આ મુદ્દા પર સંબંધિત મંત્રાલયો દ્વારા તેમના માટે અલગ ઓર્ડર જારી કરવામાં આવશે. આ પછી તેઓ DA માં વધારાનો લાભ મેળવી શકશે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ (DOI) એ તેના તાજેતરના આદેશમાં કહ્યું છે કે સુધારેલા પગાર માળખામાં ‘બેઝિક પગાર’ શબ્દનો અર્થ “પગાર મેટ્રિક્સમાં નિર્ધારિત સ્તરે પગાર” એટલે કે 7 માં પગાર પંચની ભલામણો ને મંજૂરી આપવામાં આવી છે. જો કે તેમાં અન્ય કોઇ પ્રકારનો પગાર જેવા કે ખાસ પગારનો સમાવેશ નથી. સશસ્ત્ર દળના જવાનો અને રેલ્વે કર્મચારીઓના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલય અને રેલ્વે મંત્રાલય દ્વારા અલગ આદેશો જારી કરવામાં આવશે.

DOIએ આ સંદર્ભમાં એક મેમોરેન્ડમ પણ જારી કર્યું હતું અને કહ્યું હતું કે DA “મહેનતાણું એક વિશિષ્ટ તત્વ” બની રહેશે અને એફટી 9 (21) ના કાર્યક્ષેત્રમાં પગાર તરીકે ગણવામાં આવશે નહીં. ઉપરાંત ડીએ ચુકવણીમાં 50 પૈસા અને તેથી વધુના અંશ શામેલ છે તે આગામી ઉચ્ચતર રૂપિયામાં શામેલ થશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

28 ટકા વધારાનો આદેશ આપ્યો હતો
નાણાં મંત્રાલયે 1 જુલાઇ, 2021 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 28% મોંઘવારી ભથ્થું (DA) વધારો લાગુ કરવા આદેશ આપ્યો છે. આ વધારામાં 1 જાન્યુઆરી 2020 થી 1 જુલાઈ 2020 સુધીના વધારાના હપ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં DA 17 ટકાના દરે આપવામાં આવી રહ્યો હતો.

HRA પણ વધ્યો
મોંઘવારી ભથ્થું ઉપરાંત સરકારે હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) માં પણ 27 ટકાનો વધારો કર્યો છે. ખર્ચ ખાતાએ 7 જુલાઈ, 2017 ના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાને પાર કરશે ત્યારે HRAમાં સુધારો કરવામાં આવશે. 1 જુલાઇથી, મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ ગયું છે જેના કારણે HRAમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Next Article